રાજકોટ-
રાજકોટના ટ્રાફિક વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પરિણીત પોલીસકર્મીએ ભાવનગરની મહિલા પોલીસ સાથે તાજેતરમાં કોર્ટમાં મેરેજ કરી લીધાં છે. જ્યારે પરિણીત પોલીસ કોન્સ્ટેબલે પોતાની અગાઉની પત્ની સાથે છૂટાછેડા પણ લીધાં નથી. જેને લઈને પોલીસ બેડામાં પણ આ ઘટના અંગે ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. જ્યારે આ મામલે રાજકોટ અને ભાવનગર આ બન્ને જિલ્લાની પોલીસ પણ તપાસમાં લાગી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પોલીસ ટ્રેનિંગ વેળાએ બન્નેની આંખો મળી હતી. તેમજ રાજકોટમાં ટ્રાફિકમાં પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની પત્ની રિસામણે ગઈ છે. ટ્રાફિકમેને ભાવનગરની મહિલા પોલીસકર્મીને ભગાડી કોર્ટમાં લગ્ન કરી લીધાં હતાં. પોલીસે પોલીસને ભગાડી લાવતાં પોલીસ બેડામાં પૂછપરછ કરી છે. તેમ જ ઘટનાને પગલે પણ ચકચાર મચી જવા પામી છે. રાજ્યના પોલીસ બેડામાં ચકચાર મચે તેવી ઘટના રાજકોટમાંથી સામે આવી છે. રાજકોટના ટ્રાફિક પોલીસ મથકમાં ફરજ બજાવતો પરિણીત કોન્સ્ટેબલ ભાવનગરમાં પોલીસમાં ફરજ બજાવતી યુવતીને ભગાડી લાવ્યો હતો. તેમજ બન્નેએ લગ્ન પણ કરી લીધાં હતાં. જો કે, ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ વિધર્મી હોવાના કારણે આ ઘટના વધુ ચર્ચાસ્પદ બની છે.