દિલ્હી-
ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ શહેરમાં બે મસ્જિદ બહાર કરવામાં આવેલા ગોળીબારનાં આરોપી બ્રેંટન ટૈરંટને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સાથે તેને કેદ દરમિયાન પેરોલ પણ નહીં આપવામાં આવે.
15 માર્ચ ર019નાં રોજ 28 વર્ષીય બ્રેંટને અલ-નૂર અને લિનવુડ મસ્જિદમાં નમાજ દરમિયાન લોકો પર અંધાધુંધ ગોળીઓ ચલાવી હતી. આ હુમલામાં 51 લોકોના મોત નિપજયા હતા.સ જેમાં 8 ભારતીયોનો પણ સમાવેશ થતો હતો. પોલીસે હુમલો કરનારને 21 મિનિટમાં ઝડપી પાડયો હતો.
કોર્ટની સુનવણી દરમિયાન ઓસ્ટ્રેલિયન નાગરીક બ્રેંટન ટૈરંટ સ્થિર બેસીને પોતાની વિરૂધ્ધ ગવાહી આપી રહેલા લોકોને સાંભળી રહયો હતો.સ આ હુમલામાં 51 લોકોના મોત થયા હતા. આ હુમલામાં 91 લોકો સાક્ષી હતા અને તેમણે પોતાના આપ્તજનોને ગુમાવવા અંગે ગવાહી આપી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે આ શખ્સને કારણે તેમણે તેમના આપ્તજનોને ગુમાવવા પડયા હતા.
સુનવણી દરમિયાન ન્યાયધીશે જણાવ્યું હતું કે દરેક હત્યા અંગે વિચાર્યુ પણ પીડાદાયક છે. જો કે તું હત્યારો નહીં, આતંકવાદી છે. તારા દ્વારા કરવામાં આવેલુ કૃત્ય અમાનવીય છે. તે એક 3 વર્ષના માસુમ બાળકની હત્યા કરી જે તેના પિતાના પગ સાથે ચિપકેલો હતો. ન્યાયધીશ મંડેરે આ હુમલામાં જાન ગુમાવનાર અને ઘાયલ લોકોને મૌખિક શ્રધ્ધાંજલી પાઠવી હતી.