મુંબઈ
કંગના રનૌતે ખેડૂત આંદોલન પર એક પોસ્ટ કરી હતી. કંગનાએ શાહીન બાગ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર બિલકિસ બાનોએ ખેડૂત આંદોલનમાં ભાગ લીધો હોવા અંગે પોસ્ટ કરી હતી. જાેકે, કંગનાએ જે તસવીર શૅર કરી હતી, તે બિલકિલ બાનોની નહોતી અને ત્યારબાદ કંગનાએ આ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. જાેકે, કંગનાની આ પોસ્ટ પર પંજાબી કલાકારો આક્રોશમાં છે. સિંગર જસબીર જસ્સી, હિમાંશી ખુરાના બાદ હવે દિલજીત દોસાંજે કંગનાને મણ મણની ચોપડાવી હતી, તો સામે કંગનાએ પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને દિલજીતને ખખડાવી નાખ્યો હતો. એક તબક્કે બંને એકબીજા સામે ગાળાગાળી પર ઊતરી આવ્યાં હતાં. કંગનાએ દિલજીતને સંબોધીને કહ્યું હતું, 'ઓ કરન જાેહરના પાલતુ, શાહીન બાગમાં જે બિલકિસ બાનો દાદીજી વિરોધ પ્રદર્શનમાં જાેવા મળ્યાં હતાં,
તે જ દાદી ખેડૂત આંદોલનમાં દેખાવો કરતાં જાેવા મળ્યાં હતા. મહિન્દર કૌરજીને હું તો ઓળખતી પણ નથી. તમે લોકોએ શું નાટક ચાલુ રાખ્યા છે? બંધ કરો આ બધું. અન્ય એક પોસ્ટમાં કંગનાએ કહ્યું હતું, 'એ ગીધડાંઓ સાંભળો... મારા મૌનને મારી નબળાઈ ના સમજાે. હું જાેઉં છું કે તમે કેવી રીતે નિર્દોષોને ખોટું બોલીને ઉશ્કેરો છો અને પછી તેમનો ઉપયોગ કરો છો. જેવી રીતે શાહીન બાગનું સત્ય સામે આવ્યું તે જ રીતે આ આંદોલનનું પણ સત્ય સામે આવશે. પછી હું એક મસ્ત સ્પીચ લખીશ અને તમારા ચહેરા કાળા પડી જશે.
કંગનાની આ રીતની પોસ્ટ જાેઈને દિલજીતથી પણ રહેવાયું નહીં અને તેણે પણ ઈંટનો જવાબ પથ્થરથી આપવાનું નક્કી કર્યું હતું. તેણે પોતાની પોસ્ટ પંજાબીમાં લખી હતી. દિલજીતે કહ્યું હતું, 'અરે, તો તે જેટલા લોકો સાથે કામ કર્યું તો તું એ બધાની પાલતુ છે? તો તો પછી તારા માલિકોની યાદી બહુ લાંબી થઈ જશે. આ બોલિવૂડ નથી, પંજાબ છે. ખોટું બોલીને તેમની લાગણી સાથે રમવાનું બંધ કર.