કઠોળના ભુસાની બોરીઓની આડમાં લવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

મોડાસા-

અરવલ્લી સરહદી જિલ્લો હોવાથી અહીંથી અવારનવાર વિદેશી દારૂની ખેપ મારતા ઈસમો પકડાતા રહે છે. અણસોલ ગામ નજીક આવેલ ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન શામળાજી પોલીસ સબ ઇન્સ્પેકટર અનંત દેસાઈ અને તેમની ટીમે એક આયશર ટ્રકમાંથી કઠોળના ભુસાની બોરીઓની આડમાં સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ નંગ. ૨૩. બોટલો નંગ. ૨૭૬. કિંમત રૂપિયા ૪,૧૪,૦૦૦/- તથા મોબાઇલ, રોકડ રકમ અને આયશર ટ્રક મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૮,૧૮,૫૦૦/- સાથે હરિયાણાના આરોપી રજનેશ ઓમપ્રકાશ ધાનકની ધરપકડ કરી પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી બીજા વાૅન્ટેડ આરોપીની તપાસ શામળાજી પો સ ઈ અનંત દેસાઈ ચલાવી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution