ટોકિયો-
દક્ષિણી જાપાનમાં 5800 ગાયોને લઇને જઇ રહેલ જહાજ સમુદ્રમા ગુમ થયુ છે. આ જહાજ ઉપર ચાલક દળના 43 સભ્યો પણ સવાર હતા. જહાજ લાપતા થયું તે પહેલા ખરાબ મોસમ વચ્ચે સંકટમાં હોવાનો મેસેજ મોકલાવ્યો હતો. તટરક્ષક અધિકારીઓએ જણાવેલ કે તેમણે બુધવારે રાત્રે ચાલક દળના એક સભ્યને બચાવી લીધેલ હતો
ફિલીપીન્સના રહેવાસી આ ક્રુ મેમ્બરની તબીયત સારી છે. તેણે જણાવેલ કે જાપાની નેવીએ એક વ્યકિતને પાણીમાં લાઇફ જેકેટ પહેરેલો જોયેલ. લગભગ 11,947 ટન વજનનું આ જહાજ 5800 ગાયોને લઇને પૂર્વી ચીન સાગરમાં અમામી ઓશિયાના તટ પાસેથી પસાર થઇ રહેલ ત્યારે આ દુર્ઘટના બનેલ છે.
જહાજમાં સવાર ક્રુ મેમ્બરોમાં 38 ફિલીપીન્સના, બે ન્યુઝીલેન્ડના અને એક ઓસ્ટ્રેલીયન નાગરિક હતા. બાકીના મેમ્બરોની શોધખોળ કરવામાં આવી રહી છે. દુર્ઘટના જીવીત રહેનાર સરેનો એડવારો ડેસે જણાવેલ કે જહાજ તોફાનમાં સપડાયેલ અને તેનું એક એન્જીન બંધ થતા જહાર ડુબી ગયેલ. ડુબતા પહેલા શીપે પલટી મારી હોવાનું પણ સરેનોએ જણાવેલ.