અંબાજી, આજ થી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રી નો યાત્રાધામ અંબાજી ખાતે વિધિવત્ત પ્રારંભ કરાયો છે. જેને લઇ માતાજી નાં મંદિરમા વહેલા સવાર થી જ યાત્રીકો નો ભારે ધસારો જાેવા મળ્યો હતો,ચૈત્રી નવરાત્રી ના પગલે મંદીર ના સભા મંડપ માં ઘટસ્થાપન કરવામાં આવ્યુ હતું. જેમાં મુખ્યમંત્રી ના ધર્મપત્ની હેતલ બેન , તેમના બહેન તેમજ પરિવાર જનો ખાસ આજની ઘટ સ્થાપન વિધિ માં જાેડાયા હતા અને ઘટ સ્થાપન વિધિ કરી હતી આજે આ ઘટ સ્થાપન માં સાત પ્રકાર ના અનાજ મિશ્રીત અનાજ ના જવેરા વાવવામાં આવ્યાહતા આમ તો આસો અને ચૈત્ર માસ ની બન્ને નવરાત્રી નો વિશેષ મહત્વ સમાયેલું છે. આજે શરૂ થયેલી ચૈત્રી નવરાત્રી દરમીયાન શુભ મુહર્ત માં મંદિર નાં મુખ્ય પુજારી ભટ્ટજી મહારાજ અને અધિક કલેકટર કૌશિક મોદી, ની ઉપસ્થીતી માં આ ઘટસ્થાપન વિધિ કરવામાં આવી હતી. જાેકે આ ઘટસ્થાપન માં વાવવા માં આવતા જવેરા નવમાં દિવસે ઉગતાં જાેઇ ને ખેડુતો માટે નો વર્ષ કેવું રહેશે તેનો પણ અંદાજ નિકાળવામાં આવે છે. અને જેટલાં જવેરાં મોટા થાય તેટલો મોટો વિકાસ થવા ની માન્યતાં આ ઘટસ્થાપન માં સમાયેલી છે.એટલુજ નહી આ નવરાત્રી માં પુજા અર્ચન ને મંત્ર નો વિશેષ મહત્વ સમાય્લુ છે ને હિન્દુઓ માટે નુ આજથી નવા વર્ષ ની પણ શરુઆત થાય છે જ્યારે આજે અંબાજી માં આજે પ્રથમ નોરતે દુરદુર થી આવેલા શ્રધ્ધાળુઓ એ સવાર ની મંગળા આરતી કરીને ધન્યતા પણ અનુભવી હતી અને સાથે વિશ્વ કલ્યાણ માટે સંકલ્પ કર્યો હતો.
અંબાજી મંદિરના ચાચર ચોકમાં મા અંબાના નામની અખંડ ધૂન શરૂ કરવામાં આવી
આજ થી ચૈત્રી નવરાત્રી નો અંબાજી ખાતે વિધિવત્ત પ્રારંભ થયો છે. જેને લઇ યાત્રીકો માં પણ ભારે ઘસારો જાેવા મળી રહ્યો છે. આમ તો આશો માસ ની નવરાત્રી માં નવ દિવસ ગરબા ની રમઝટ જામતી હોય છે. ત્યારે આ ચૈત્રી નવરાત્રી માં આજ થી માતાજી નાં ચાચર ચોક માં માં અંબા ના નામ ની અખંડ ધુન ની શરૂઆત કરવામાં આવી છે ને આ અખંડ ધુન નવે દિવસ રાત અને દિવસ ૨૪ કલાક ઉભા પગે કરવામાં આવશે. અંબાજી મંદિર માં ચૈત્રી નવરાત્રી દરમીયાન થતી આ અખંડ ધુન ભારતદેશ ની આઝાદી પુર્વે ૧૯૪૧ માં પ્રજા ઉપર આવી પડેલી આપત્તીઓ નાં નિવારણ અર્થે શરૂ કરવામાં આવી હતી જે અખંડ ધુન આજે પણ મહેસાણાં જીલ્લા નાં ૧૫૦ ઉપરાંત નાં શ્રધ્ધાળું ઓ નાં સંગઠન દ્વારા આ પરંપરા ને ૮૩ વર્ષ થી જાળવી રાખવામાં આવી છે ને આગામી સમય માં પણ આ અખંડ ધુન પરંપરા મુજબ ચાલુ રખાશે તેમ આયોજકો નું માનવું છે.અંબાજી અખંડ ધુન માં આવતા આ યાત્રીકો ૯ દિવસ તેલ થી બનાવેલુ ભોજન જમતા નથી એટલુજ નહી આ અખંડધુન માં મહીલાઓને સામેત કરવામાં આવતી નથી.