હિન્દુ યુવતી સાથે એકાંત માણતા પારૂલ યુનિ.ના વિધર્મી વાનચાલકને ટોળાએ ઝડપી પાડ્યો 

વડોદરા, તા. ૨૫

માંજલપુર વિસ્તારની એક સોસાયટીના મકાનમાં આજે બપોરે પારુલ યુનિ.ના વાનચાલક મુસ્લીમ યુવક એક હિન્દુ યુવતી સાથે એકાંત માણતો હોવાની જાણ થતાં જ સોસાયટી અને આસપાસમાં રહેતા રહીશોએ હોબાળો મચાવ્યો હતો. ટોળાએ ઘરમાંથી યુવક –યુવતીને ઝડપી પાડી બંનેની પુછપરછ કરી હતી જેમાં લવજેહાદની વાત સપાટી પર આવતા ઉશ્કેરાટ ફેલાયો હતો. આ બનાવની જાણ થતાં માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને યુવક-યુવતીને પોલીસ મથકે લઈ ગઈ હતી .

માંજલપુરની સંતકૃપાનગર સોસાયટીમાં રહેતા ધવલ ચૈાહાણ હાલમાં અન્ય સ્થળે રહેતો હોઈ તેનું મકાન બંધ હોય છે. દરમિયાન આ મકાનમાં આજે બપોરના સમયે એક યુવક અને યુવતી આવ્યા હોવાની જાણ થતાં સોસાયટીના રહીશો ભેગા થયા હતા અને તેઓએ સોસાયટીમાં આ રીતે મકાનમાં અંગતપળ માણવા માટે આવવાના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. તેઓએ મકાનનો દરવાજાે ખોલાવી અંદર અંગત પળો માણી રહેલા યુવક-યુવતીની પુછપરછ કરી હતી જેમાં યુવતી હિન્દુ અને કલાલી વિસ્તારમાં રહેતી હોવાની તેમજ મુસ્લીમ વડસર ગામમાં રહેતો હોવાની અને તે પરિણીત હોવાની અને પારુલ યુનિ.માં ઈકોવાનની વર્દી મારતો હોવાનું જણાવ્યું હતું. યુવક-યુવતી ઈન્સ્ટાગ્રામ માધ્યમથી સંપર્કમાં આવ્યા હોઈ એકતબક્કે લવજેહાદની વાતે ઉશ્કેરાટ ફેલાયો હતો.

આ બનાવની જાણ થતાં યુવતીના પરિવારજનો અને મકાનમાલિક સાથે માંજલપુર પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. એક તબક્કે મુસ્લીમ યુવક ટોળાંના ઉશ્કેરાટનો ભોગ બને તેવી સ્થિતિ ઉભી થતાં પોલીસ યુવક-યુવતી અને યુવતીની માતાને પોલીસ મથકે લઈ આવી હતી જેને પગલે મામલો થાળે પડ્યો હતો. મુસ્લીમ યુવક પારુલ યુનિ.માં વાનચાલક હોવાની જાણ થતાં સ્થાનિક રહીશોએ આ યુવકની વાનમાં અવરજવર કરતી વિદ્યાર્થિનીના પરિવારજનોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરી હતી. મળતી વિગતો મુજબ યુવક-યુવતી પુખ્તવયના હોઈ અને તેઓ મરજીથી જેપી રોડ પર ભેગા થઈ મકાનમાં આવ્યા હોવાનું કહેતા તેઓને જેપી રોડ પોલીસ મથકમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ હોવાની વિગતો સાંપડી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution