હૃદયમાં હાર્દિક પંડ્યાનું વડોદરામાં ‘હાર્દિક’ સ્વાગત

દક્ષિણ આફ્રિકાને હરાવીને ટી૨૦ વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના ઉપસુકાની અને વડોદરાના પોતીકા ક્રિકેટર હાર્દિક પંડ્યાનો આજે શહેરમાં યોજાયેલા ભવ્ય વિક્ટરી રોડ શોમાં સમગ્ર રૂટ પર માનવ મહેરામણ ઉમટ્યંુ હતંુ. આ રોડ શોમાં હાર્દિક પંડ્યા સાથે તેનો ભાઈ કૃણાલ પંડ્યા જાેડાયો હતો. માંડવીથી શરૂ થયેલો રોડ શો નવલખી મેદાન ખાતે સંપન્ન થયો હતો.

ટી૨૦ વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના સભ્ય વડોદરાના હાર્દિક પંડ્યા વિશ્વ વિજેતા થયા બાદ પ્રથમ વખત પોતાના વતન વડોદરા આવતાં શહેરના માંડવીથી નવલખી સુધી ભવ્ય વિક્ટરી રોડ શો યોજાયો હતો. સાંજે દિવાળીપૂરા સ્થિત તેના નિવાસસ્થાનેથી હાર્દિક બીએમડબલ્યુ કારને સેલ્ફ ડ્રાઈવ કરીને તેના ભાઈ કૃણાલ સાથે માંડવી પહોંચ્યો હતો. જ્યાં અગાઉથી જ મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત હતા. રોડ શો માટે ખુલ્લી બસ તૈયાર કરવામાં આવી હતી. હાર્દિક પંડ્યા રોડ શોમાં પહોંચતા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે સન્માન કર્યું હતું. હાર્દિંક પંડ્યા નિર્ધારિત સમય કરતા એક કલાક મોડો પહોંચ્યો હતો. પોતાના ક્રિકેટરને જાેવા માંડવીથી લહેરીપુરા દરવાજા સહિત સમગ્ર રૂટ પર પ્રશંસકોની ભારે ભીડ જામી હતી. હાર્દિકને જાેવા ઉમેટી પડેલા ચાહકોની ભીડને કંટ્રોલ કરવા પોલીસ માટે મુશ્કેલી પડી હતી. હાર્દિક પંડ્યાની એક ઝલક માટે ચાહકોમાં ધક્કામૂક્કી પણ થઈ હતી. રોડ શોમાં ત્રિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. માં તૂઝે સલામના સોંગ પર લોકો ઝૂમ્યાં હતા, જ્યારે ખુલ્લી બસમાંથી હાર્દિર્કે પણ હાથ હલાવીને ચાહકોનંુ અભિવાદન ઝીલ્યું હતંુ. હાર્દિક પંડ્યાને જાેવા ક્યાંક લોકો ઝાડ પર તો ક્યાંક બસસ્ટેન્ડ પર ચઢી ગયા હતા. સાંજે ૬ વાગે શરૂ થયેલો રોડ શો રાત્રે ૮ વાગે અકોટા દાંડિયાબજાર રોડ સોલાર પેનાલ પાસે પહોંચીને સંપન્ન થયો હતો.

રોડ શો દરમિયાન એક યુવતીને ઈજા

અકોટા-દાંડિયાબજાર બ્રિજ પર સોલાર પેનલ પાસેની રેલીંગ ભીડના કારણે તુટી હતી જેના કારણે રેલીંગ પાસે ઉભેલી યુવતી રોડ પર પટકાતા તેનો પગ મચકોડાઈ ગયો હતો. આ બનાવના પગલે યુવતીને ૧૦૮ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution