બોલીવુડ એક એવી દુનિયા છે જ્યાં દરેક કલાકારોની સફળતાની સ્ટોરી કંઈક અનોખી જ હોય છે. કેટકેટલી ઠોકરો ખાઈને બોલીવુડમાં માંડ પગપેસારો થયો હોય અને આજે એ ઊંચાઈને આંબી ગયા હોય એવાય ઘણા કલાકારો છે. પરંતુ કહેવાય છે ને કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. કીડીની જેમ પડી પડીને જ આગળ વધાય એ કહેવત ખોટી નથી. અંધેરી નગરી મુંબઈમાં જઈ ફિલ્મી દુનિયામાં કામ કરવું એ કાંઈ ખાવાના ખેલ તો નથી જ.
આજે એવી જ એક અભિનેત્રી અન્વેશી જૈનની સક્સેસ સ્ટોરીની અનુભૂતિને ઊંડાણથી નીરખીએ...
મૂળ મધ્યપ્રદેશના છતરપુરની રહેવાસી અભિનેત્રી અન્વેશી જૈનની સફળતાની સ્ટોરી અન્ય કલાકારો કરતા કંઈક અલગ જ છે... અન્વેશી બાળપણથી જ બોડી શેમિંગનો ભોગ બની હોવાથી તેનું શરીર તેના માટે અભિશાપ બની ગયું હોય તેવું તેને લાગતું હતું. જેનાથી પરિવારજનો પણ તેને વ્યવસ્થિત શરીર ઢંકાય તેવા પોશાકની સલાહ આપતા હતા.
૨૫ જૂન ૧૯૯૧ના રોજ જૈન પરિવારમાં જન્મેલી અન્વેશી જૈન એક ભારતીય અભિનેત્રી,સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, ગાયક છે. ૨૦૦૮માં આવેલ વેબસીરીઝ ‘ગંદી બાત’થી અન્વેશીને ઓળખાણ મળી અને જેના થકી તેણે ફિલ્મ ઉદ્યોગમાં એન્ટ્રી મેળવી. અન્વેશી ‘ગંદી બાત’થી જ રાતોરાત ૩૦ મિલિયન સર્ચથી વધુ ય્ર્ર્ખ્તઙ્મીઙ્ઘ અભિનેત્રી બની હતી..
બાળપણ પર નજર કરીએ તો, શાળાકીય અભ્યાસ પૂર્ણ કરી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો અને ત્યાંથી જ તેને અભિનયમાં પડ્યો. પરંતુ અન્વેશી જુના વિચારો સાથેના રૂઢિચુસ્ત પરિવારથી સંબંધ ધરાવતી હોવાથી તેના માટે અભિનેત્રી બનવું કંઈ સહેલું નહોતું.
વધારામાં અન્વેશીની બાળપણથી જ બોડી રચના એવી હતી કે સ્કૂલમાં અન્ય તેની મજાક ઉડાવતા હતા. બોડી શેમીંગના લીધે દિવસેને દિવસે તે આત્મવિશ્વાસ ગુમાવવા લાગી. લોકો તેના શરીરના વક્ષસ્થળ પર વધુ ધ્યાન ન આપે તે માટે તે થોડુંક ઝૂકીને પણ ચાલતી. આ બધાની વચ્ચે એન્જિનિયરિંગ કોલેજમાં ગયા પછી તે ક્યારેક જીન્સ ટોપ પહેરતી થઈ. થોડી સ્વતંત્રતાનો અનુભવ કર્યો અને મહિને ૩૦૦૦ની પોકેટમનીમાં તે થિયેટરમાં જાેડાઈ.
અભિનેત્રી બનવાનો વિચાર આવવાનો શ્રેય પણ હોલીવુડની ફિલ્મ ટટાઇટેનિકટને જ જાય. ટાઇટેનિક ફિલ્મ જાેયા પછી ફિલ્મોમાં રસ પડ્યો અને અન્વેશી અભિનેત્રી બનવાના સપના જાેવા લાગી. ફિલ્મોમાં આવીને અન્ય કલાકારોની જેમ નામ કમાવવું એ જ અન્વેશીનું લક્ષ્ય હતું પરંતુ તેમાં અન્વેશી ક્યાંક ભયભીત પણ હતી કે દુપટ્ટા વગર બહાર ન નીકળતી એક સામાન્ય છોકરી ફિલ્મી દુનિયામાં કામ કેવી રીતે કરી શકશે?
આ બધા વિચારો સાથે અભિનયમાં ઝંપલાવી તો દીધું પરંતુ બીજી બાજુ પરિવારજનોના લગ્ન માટે થતા દબાણો પણ ઝીરવવાના હતા. અને એટલે જ તે બધાથી બચવા અન્વેશીએ એમબીએ કરવાનો વિચાર કર્યો.
ઘરથી મળતી પોકેટમનીમાં ગુજારો થતો ન હોવાથી અને નોકરી કરવાની ઈચ્છા ન હોવાથી અન્વેશીએ ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો બિઝનેસ શરૂ કર્યો. ત્યારબાદ ઇવેન્ટમાં એન્કરિંગ કરવાનું શરૂ કર્યું અને નાની-મોટી ઇવેન્ટ હોસ્ટ કરવાની ઓફરો પણ મળવા લાગી. પરંતુ અન્વેશીનું નસીબ હજીય બે ડગલાં પાછળ હતું. બન્યું એવું કે ઈન્દોરમાં તેના જ ઘરમાં આગ લાગી અને બધું જ બળીને ખાક થઈ ગયું. પણ સપના તો જાેયાં જ હતા એટલે બે જ અઠવાડિયામાં અન્વેશી બધું જ છોડીને માત્ર ૧૮૦૦ રૂપિયા લઈને અંધેરી નગરી મુંબઈ આવી પહોંચી. મુંબઈ તો કંઈ ખાવાના ખેલ છે? ત્યાં એક પરિચિતના ઘરે રહીને ઓડિશન આપવાની શરૂઆત કરી પરંતુ એક-બે ઓડિશનમાં જ અન્વેશી જાણી ગઈ કે હજી દાલ ગલે તેમ નથી. કેમેરામાં સમાતી નથી અને એક્ટિંગ સારી આવડતી નથી એવી હાલત અન્વેશીની હતી. પરંતુ હાર માને એમાંની અન્વેશી હતી જ નહીં એટલે તેણે એક એક્ટિંગ કોચનો સંપર્ક કરી સપના પૂરા કરવાની સીડીનું પહેલું પગથીયું ચઢી.. માત્ર સપના જ જાેવાથી નહીં પણ મહેનત પણ કરવી પડે એ વાતનો અરીસો અન્વેશીને એના એક્ટિંગ કોચે બતાવ્યો. ૯૦ દિવસ ઓડિશન આપવાનું બંધ કરી શરીર અને એક્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી પછી ઓડિશન આપ્યું. ઓડીશન તો આપ્યું પણ જુઓ તો ખરાં, અન્વેશીની ક્યાં પસંદગી થઈ? બાલાજી પ્રોડક્શનમાં એક એડલ્ટ વેબ સિરીઝ માટે તેનું સિલેક્શન થયું જે વેબ સીરીઝ બીજી કોઈ નહીં પરંતુ ‘ગંદી બાત’ હતી..
એકતા કપૂરના બાલાજી પ્રોડક્શનનું નામ સાંભળીને ઓડીશન તો આપ્યું પરંતુ અન્વેશીને કલ્પના જ નહોતી કે એક એડલ્ટ વેબસરીઝ માટે તેનું નામ સિલેક્ટ થશે. આખરે કેટકેટલી મૂંઝવણો અને પ્રશ્નો સાથે કામ કરવાની તૈયારી બતાવી અને સાથે પ્રોડક્શન સામે શરત પર મૂકી કે એડલ્ટ સીન કોઈ છોકરા સાથે ન હોવો જાેઈએ.
આટલું કર્યા પછી પણ અન્વેશી શૂટિંગ દરમિયાન અસ્વસ્થતાં અનુભવવા લાગી અને મનોમન પોતે શરીર વેચી રહી છે તેવું મહેસુસ કરવા લાગી.. એટલે જ ક્યારેક તે સેટની બાજુમાં જઈ રડી લેતી. જાે તે શો અધવચ્ચેથી છોડી દે તો ઇન્ડસ્ટ્રીમાંથી જ બહિષ્કાર થઈ જાય એ ડરથી જ અન્વેશી પાસે શો પૂરો કર્યા સિવાય બીજાે વિકલ્પ હતો જ નહીં.
અને જેવી ‘ગંદી બાત’ની ક્લિપ વાયરલ થઈ કે પરિવારમાં મશ્કરી થવા લાગી હતી. અન્વેશી તો શરમજનક કામ કરી રહી છે તેવા આક્ષેપો તેના અને તેના પરિવાર પર થવા લાગ્યા. અન્વેશીને આઘાત ત્યારે વધારે લાગ્યો હતો, જ્યારે તેનો નાનો ભાઈ જે તેને હંમેશા સાથ આપતો તેવું કહી જાય કે, ‘તમે તમારી પ્રતિભાના કારણે નહીં પણ શરીરના કારણે જ ઓળખાયા છો.!!’ ઘણા મહેણાં ટોણા, તિરસ્કાર પછી અન્વેશીએ આવા શોમાં કામ ન કરવાનું નક્કી કર્યું. આમ તેણે લોકડાઉન દરમિયાન ૫૦થી વધુ શોને ના પાડી હતી અને બે વર્ષ સુધી આવી જ ભૂમિકા મળતા તેણે કામ ન કર્યું. પરંતુ ‘હીંમતે મર્દા તો મદદે ખુદા’ જેવું થયું.. ધીરે ધીરે પ્રેક્ષકોએ તેની એક્ટિંગને મહત્વ આપ્યું અને તે પ્રશંસાને પાત્ર બની. વધુમાં એક ગાયક તરીકે તેને ‘શેરશાહ’ ફિલ્મના ગીત ‘રાતા લંબિયા....’નું કવર વર્ઝન ગાવાનો અવસર પણ મળ્યો જેનાથી તેને ઘણું એક્સપોઝર મળ્યું.
પછી તેણે એક બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મ, તેલુગુ ફિલ્મ અને કન્નડ ફિલ્મ ‘માર્ટિન’માં પણ કામ કર્યું. આ સિવાય તેણે એક મોટીવેશનલ સ્પીકર તરીકે પણ પોતાની એક આગવી ઓળખાણ છતી કરી. કહેવાય છે ને કે, સમય સમયની વાત છે.. જે લોકો અન્વેશી માટે નકારાત્મકતા દાખવતા હતા તેઓ જ આજે તેના વખાણ કરતા થાકતા નથી અને તેની સાથે ફોટોગ્રાફ ક્લિક કરાવવા તત્પર હોય છે.
અન્વેશી માને છે કે દેખાવ કોઈપણ કલાકારની સફળતાના માર્ગમાં આવવો ન જાેઈએ, જે ઇન્ડસ્ટ્રી અને કલાકાર બંને માટે નુકસાનકારક છે. દેખાવ કરતા અભિનયને પ્રાધાન્ય આપવું એ વધારે યોગ્ય છે.