અમદાવાદ-
કહેવાય છે કે સ્ત્રી પુરુષોની કમજોરી હોય છે. જેને પગલે લે ભાગુ તત્વો કમજોરી ફાયદો ઉઠાવવામાં માહિર હોય છે. ત્યારે પોલીસે એક એવી ગેંગને ઝડપી છે કે તમને જાણીને નવાઈ લાગશે.શહેરમાં આ ગેંગ યુવતીઓ ને રીક્ષામાં બેસી મુસાફરો પાસેથી લૂંટ ચલાવતી.વાસણા પોલીસે એક યુવતી, એક સગીરા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે.સાથે જ ગેંગ ઝડપાતા ૩૩ ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે.
મળતી માહિતી મુજબ આરોપીઓએ અમદાવાદ અને ગાંધીનગરમાં હાહાકાર મચાવી દીધો હતો. અનેક માસથી આ ગેંગના સભ્યોમાંનો એક આરોપી રિક્ષા ચલાવતો હતો. સાથે ગેંગની એક યુવતી અને સગીરાને સારા કપડામાં તૈયાર કરી પેસેન્જરના સ્વાંગમાં બેસાડતા હતા. મુસાફરો આ યુવતીને જોઈને વિશ્વાસ કરી લેતા અને રીક્ષામા બેસી જતા હતા. પણ બાદમાં આ ગેંગ વિશ્વાસઘાત કરી અંધારામાં કે અવાવરું જગ્યાએ લઈ જઈ રિક્ષામાં બેઠલ મુસાફરને લૂંટી લેતા હતા હોવાનું વાસણા પીઆઇ કે. જે. ઝાલાનું કહેવું છે.ઉલ્લેખનીય છે આરોપી રીક્ષા ચાલક છે તેની રીક્ષામા આ યુવતી અનેક સમયથી પેસેન્જર તરીકે જતી હતી. જેથી બને વચ્ચે વધુ સબંધ કેળવાય ગયા હતા. યુવતીની સગીરા મિત્ર અને રિક્ષા ચાલકનો મિત્ર એમ પાંચેય લોકોએ મળીને લૂંટ કરવાનું નક્કી કર્યું અને આ રીત લોકોને લૂંટવાનું કામ શરૂ કર્યું હતું.હાલ તો આરોપીઓને પોલીસે રિમાન્ડ ન મળતા જેલ ભેગા કર્યા છે.ત્યારે હવે એમ લાગી રહ્યું છે કે લોકોએ રિક્ષામાં બેસતા પહેલા ખરેખર ચેતવાની જરૂર છે.