જાપાનમાં ફૂગે બનાવ્યું મેટ્રો નેટવર્ક : એક અફલાતૂન કહાની!

તે દિવસ ૨૫ જાન્યુઆરી, ૨૦૧૦ હતો. ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’માં એક અહેવાલ પ્રકાશિત થયો હતો. ટાઇટલ હતું - સ્લાઈમ મોલ્ડ પ્રોવ્ઝ ટુ બી અ બ્રેની બ્લોબ. જાે આને સરળ ભાષામાં સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવે તો આપણે કહી શકીએ કે - ચાચા ચૌધરી કરતાં ફૂગની બુદ્ધિ વધારે તેજ છે. હા, સ્લાઈમ મોલ્ડ એટલે ફૂગ. જાે તે બ્રેડમાં જાેવા મળે તો તમે તેને ફેંકી દો, બરાબરને? હવે તમે કહો, અમેરિકાના સૌથી મોટા અખબારોમાંથી એકમાં તેના પર એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. આ અહેવાલ પણ એવો હતો કે તે ફૂગની બુદ્ધિમત્તાના વખાણ કરતો હતો!

આ અહેવાલ જાપાનમાં થયેલા એક રિસર્ચના કારણે પ્રસિદ્ધ થયો હતો. વાસ્તવમાં જાપાનના વૈજ્ઞાનિકોએ એક અદભૂત કારનામું કર્યું હતું. આ વૈજ્ઞાનિકોને રાજધાની ટોક્યો સુધીનો રેલ માર્ગ બનાવવો હતો, તેથી તેણે આ માર્ગ એક પ્રકારની 'ફૂગ' પાસે બનાવડાવ્યો હતો. ફૂગ, જેને સ્લાઇમ મોલ્ડ પણ કહેવાય છે. જાપાનમાં જે ફૂગે રૂટ બનાવ્યો હતો તેનું નામ 'ફાઈસેરમ પોલિસેફેલમ' (ઁરઅજટ્ઠિેદ્બ ॅર્ઙ્મઅષ્ઠીॅરટ્ઠઙ્મેદ્બ) હતું. જેટલું જટિલ નામ, તેવું જ જટિલ તેનું કામ.

તમે માનશો નહીં પણ, આ ફૂગએ માત્ર એક જ દિવસમાં ટોક્યો સબ-વે નેટવર્કનો નકશો બનાવ્યો હતો. જે વર્ષોની મહેનત બાદ એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવતા રેલ નેટવર્ક જેવો જ હતો!

હવે એ સમજીએ, જાપાનીઓએ આ કેવી રીતે કર્યું? ઃ

એક સાયન્સ જર્નલ છે, જેનું નામ છે ‘સાયન્સ’. આ જર્નલમાં વર્ષ ૨૦૧૦માં એક સંશોધન પ્રકાશિત થયું હતું. તેના લીડર જાપાની વૈજ્ઞાનિક અત્સુશી ટેરો હતા. ટેરો બાબુના આ સંશોધનમાં તેમને આ ફૂગ સાથે ખૂબ જ અનોખી રીતે ડિઝાઇન કરાયેલ જાપાનનું મેટ્રો નેટવર્ક મળ્યું હતું! કેવી રીતે? ચાલો એ પણ સમજીએ.

ફૂગએ મેટ્રો રૂટ મેપ કેવી રીતે ડિઝાઇન કર્યો? ઃ

પહેલા તમને જણાવી દઈએ કે ફૂગને મેટ્રો નેટવર્ક ડિઝાઇન કરવામાં કોઈ રસ નહોતો. ન તો તેને ખબર હતી કે તેને આવું કોઈ કામ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેમની શક્તિનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો! તે આ બધું માત્ર તેના 'પાપી પેટ' માટે કરી રહી હતી. હા, ફૂગ ખોરાક શોધવા માટે આ કરી રહી હતી. ખરેખર આ અત્સુશી ટેરોભાઈ સાહેબનું કાવતરું હતું. જાપાનના નકશા પર જ્યાં પણ મોટા શહેરો હતા, ત્યાં તેઓએ ઓટ્‌સના અનાજ (મસાલા ઓટ્‌સ નહીં, પરંતુ સાદા) મૂકી દીધાં હતા, જેથી ફૂગ ત્યાં જ પ્રસરે, પરંતુ આમાં એક સમસ્યા આવી હતી. પ્લાસ્ટિકની શીટ જેના પર ફૂગ ઉગાડવામાં આવી રહી હતી, તે સપાટ હતી. એકદમ સપાટ. વાસ્તવમાં જાપાનમાં પર્વતો, નદીઓ અને અન્ય પ્રકારના ભૂપ્રદેશ પણ છે. તેથી આ પણ ગોઠવવામાં આવ્યું હતું, લાઈટની મદદથી.

ફાઈસેરમ ફૂગ જેમાંથી નેટવર્ક બનાવવામાં આવી રહ્યું હતું તેને તેજ લાઈટ પસંદ ન હતી. તેથી ટેરોએ જ્યાં પણ પર્વતો, નદીઓ વગેરે હતા ત્યાં તેજ લાઇટો ફેંકાવી હતી, જેથી ફૂગ ત્યાં ન વધે. હવે માત્ર ફૂગને એવા સ્થળો પર ગ્રો થવા દેવા છોડી દીધી હતી. આ બધું થઈ ગયા પછી જે પરિણામ આવ્યું, એ જાણીને પછી તમે પણ કહેશો - કૂછ હજમ નહીં હૂઆ!!

જ્યારે ફૂગ સંપૂર્ણ રીતે પ્રસરી ગઈ ત્યારે વૈજ્ઞાનિકોએ ફૂગના મેટ્રો નકશા અને ટોક્યોના વાસ્તવિક નકશાને મેચ કર્યા ત્યારે જાણવા મળ્યું કે બંને વચ્ચે અદ્ભુત સમાનતા છે.

તો આનો મતલબ એમ કે શું ફૂગ પાસે ખરેખર મગજ હોય છે?

વર્ષ ૨૦૦૦ની વાત છે. જાપાનના અન્ય એક વૈજ્ઞાનિક નાકાગાઈએ એક સંશોધન કર્યું હતું, જેમાં આ ફૂગ એક પઝલમાં ઉગાડવામાં આવી હતી. આ ફૂગ અને તેની 'બુદ્ધિ' વિશે ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે તેણે આ પઝલને ઉકેલી નાખી હતી.

અલબત્ત, મનુષ્ય જેવા મગજની વાત કરીએ તો તે તેમનામાં નથી, પરંતુ તે કોઈપણ પઝલ ઉકેલી શકે છે. ટૂંકો રસ્તો શોધી શકે છે. વૈજ્ઞાનિકો આને સેલ્યુલર ઇન્ટેલિજન્સ કહે છે. સેલ્યુલર ઇન્ટેલિજન્સનો અર્થ એ છે કે કોઈપણ બુદ્ધિશાળી કાર્ય કરવા માટે ઘણા કોષો એકસાથે કામ કરે છે.

વાસ્તવમાં મનુષ્યોની જેમ તેમનામાં કોઈ કેન્દ્રિય મગજ નથી, જે વિવિધ અંગોને શું કરવું તે કહે. તેના બદલે દરેક કોષની તેની આસપાસના વાતાવરણ પર નજર રાખવાની પોતાની ક્ષમતા હોય છે. મતલબ, એક કોષ બીજા કોષને કહી શકે - 'ભાઈ, ખોરાક (ઓટ્‌સ) આવી ગયો, આવો.'

શરૂઆતમાં ફૂગ અનિયંત્રિત રીતે વધે છે, પરંતુ જેવો તેને ઓટ્‌સનો દાણો (ખોરાક) મળે છે, ત્યારે તે તમામ માર્ગો સાફ કરી નાખે છે. તે બાકીના કોષોને પણ કહે છે કે ખોરાક મળી ગયો છે, અન્યત્ર ફરવાનું બંધ કરો. આમ કરીને તે સૌથી કાર્યક્ષમ અને ટૂંકા માર્ગની શોધ કરે છે. આ જ તેની વિશેષતા છે. જેનાં બલબૂતા પર ફૂગે જાપાનના મેટ્રો નેટવર્કને ઊભું કરી આપ્યું હતું!

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution