વોશ્ગિટંન-
યુ.એસ. માં, નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેનના શપથ ગ્રહણ સમારોહના રિહર્સલમાં ભાગ લેનારાઓને સુરક્ષા અધિકારીઓના કહેવાથી સોમવારે કેપિટલ બિલ્ડિંગના વેસ્ટ ફ્રન્ટમાંથી હટાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ લોકોને ત્યાંથી થોડે દૂર આગ લગાવા બહાર કઢવામાં આવ્યા હતા. આ કારણે થોડા સમય માટે સુરક્ષા ચેતવણી પણ જારી કરવામાં આવી હતી અને લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. લોકડાઉન બાદમાં હટાવવામાં આવ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્યાં ભેગા થયેલા લોકોમાં સેનાનું એક બેન્ડ હતું. અધિકારીઓએ કહ્યું કે આ લોકોને કેપીટલ પરિસરમાં સલામત સ્થળે જવા અને ખસેડવા કહેવામાં આવ્યું હતું. રિહર્સલમાં સામેલ લોકોના જણાવ્યા મુજબ સુરક્ષા અધિકારીઓએ કહ્યું કે, "આ અભ્યાશ નથી." કાયદાના અમલીકરણના ચાર અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ થોડાક બ્લોક દૂર લાગી હતી અને સાવચેતી રૂપે રિહર્સલ સાઇટ ખાલી કરાવી હતી.
આ અગાઉ કેપીટોલ હિલ નજીક પોલીસ દ્વારા શુક્રવારે એક શખ્સને બંદૂક અને 500 ગોળીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આરોપી પાસે બિડેનના શપથ ગ્રહણ સમારોહનો 'બનાવટી' પાસ પણ હતો. આરોપીએ પોતાની ટ્રકની અંદર બંદૂક અને ગોળીઓ છુપાવી હતી. પકડાયેલા આરોપીઓની ઓળખ વેસ્લી એ. બીલર (31) તરીકે થઈ છે. પકડાયા બાદ બીલરે કહ્યું કે તે આકસ્મિક રીતે બંદૂક અને ગોળીઓ લઈને આવ્યો હતો.