અંક્લેશ્વર, નેત્રંગ તાલુકા ના કંબોડીયા ગામે પશુપાલક ના તબેલામાં આગ લાગતા ૨૮ પશુઓ પૈકી ૧૮ પશુઓ ના મોત નિપજ્યા હતા. નેત્રંગ તાલુકામાં ફાયર સ્ટેશન ન હોવાના કારણે ગ્રામજનો એ પાણી નો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટના માં પશુઓના મોત ના પગલે પશુપાલક ને મોટું નુકશાન થવા પામ્યુ હતુ.
ભરૂચ જિલ્લા ના નેત્રંગ તાલુકા ના કંબોડીયા ગામે રહેતા પશુપાલક રામભાઈ રાખોલીયા એ પોતાના તબેલામાં ગાય વાછરડા સહિત ૨૮ ઉપરાંત પશુ રાખ્યા હતા. આજે બપોર ના અરસા માં તેઓ પરિવાર સાથે ઘરે જમવા બેઠા હતા. તે દરમ્યાન અચાનક તબેલામાં આગ ફાટી નીકળી હતી. તબેલા માં સૂકો ઘાસચારા નો જથ્થો ભરેલો હોવાથી આગે વિકરાળ સ્વરૂપધારણ કર્યું હતુ.
આગની જાણ રામભાઈ રાખોલીયા ને થતા તેઓ પોતાના ઘરે થી તબેલા સુધી પહોંચે તે પહેલા જ ૧૮ પશુઓ આગમાં ભડથુ થતા કરુણ મોત ને ભેટ્યા હતા. જાે કે આસપાસ ના લોકો દોડી આવી ૧૨ જેટલા પશુઓને બચાવી લીધા હતા. તબેલા માં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે ગ્રામજનો એ પાણી નો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ આગ માં ૯ ગાય ,૮ વાછરડા અને એક ઘોડી મળી કુલ ૧૮ પશુઓના મોત નિપજતા પશુપાલક રામભાઈ રાખોલીયા ને મોટું નુકશાન થવા પામ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે નેત્રંગ તાલુકા માં આગ ની ઘટના ઓ એક પછી એક સામે આવી રહી છે. ત્યારે વર્ષોથી ગ્રામજનોએ એક ફાયર સ્ટેશન ની માંગણી કરવા છતાં ફાયર સ્ટેશન ફાળવવા માં નહિ આવતા ગ્રામજનો માં આક્રોશ જાેવા મળી રહ્યો છે. નેત્રંગ તાલુકામાં આગની ઘટનાઓ માં અંકલેશ્વર થી નેત્રંગ ૫૦ થી ૬૦ કિલોમીટર નું અંતર કાપતા ફાયર ટેન્ડરો ને ઘણો સમય લાગે છે. જેના કારણે આવી ઘટના ઓ માં જાનહાની વધુ થતા લોકો એક ફાયર સ્ટેશન ની માંગ કરી રહ્યા છે.
ઘટનાની જાણ થતાં આજુબાજુ ખેતરમાં લોકો દોડી આવી ૧૨ જેટલા પશુઓને બચાવી લીધા હતા. તબેલામાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે ગ્રામજનોએ પાણી નો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવવાનો ભરપુર પ્રયાસ કર્યો હતો. જાેકે સૂકા ઘાસચારા, ગ્રીનનેટ અને વાંસના પાંડલને કારણે ૧૨-૧૫ મિનિટમાં જ બધુ બળીને ખાખ થઇ ગયું હતું પશુપાલક રામભાઈ રાખોલીયાને રૂા.૧૨ લાખથી વધુનું નુકશાન થયું છે. કાળી મજુરી કરીને તૈયાર કરેલો તબેલો પોતાની નજર સમક્ષ જ બળીને ખાખ થઇ જતાં પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી. પરીવારના સભ્યોમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.