બે બાળકોના પિતાએ લગ્નની લાલચ આપી 19 વર્ષીય યુવતીને પીંખી નાખી અને પછી એવું કર્યુ કે..

વડોદરા-

બે સંતાનના પિતાએ લગ્નની લાલચ આપી ૧૯ વર્ષીય યુવતીને ભગાડી જઇને દોઢ મહિના સુધી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી તરછોડી દેતા મામલો સાવલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની ૧૯ વર્ષની અંજલી(નામ બદલ્યું છે)એ નોંધાવેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે વાકાનેર ગામમાં રહેતા બે સંતાનના પિતા પૃથ્વી જશુભાઇ મકવાણા સાથે છેલ્લા બે વર્ષથી અંજલી પ્રેમમાં હતા. પૃથ્વીએ પોતાની હવસ સંતોષવા માટે અંજલીને પોતાના પરિવારને છોડીને લગ્ન કરવાની તૈયારી બતાવી હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ મે મહિના દરમિયાન મોટી બહેનના લગ્ન હોવાથી પરિવાર સાથે અંજલી ગોઠડા ગામ ગોઠડા ગઇ હતી. જ્યાં પૃથ્વી પણ પહોંચી ગયો હતો અને અંજલીને ફોન કરીને બોલાવી હતી. જ્યાં પૃથ્વીએ અંજલીને લગ્નની ખાતરી આપી દાહોદ ભગાડી ગયો હતો. જ્યાં એક માસ રોકાયો હતો. અને ત્યાં અંજલી સાથે અવારનવાર શારિરીક સુખ માણ્યું હતું. ત્યાર બાદ બંને મંજુસર ખાતે આવ્યા હતા અને ભાડાનું મકાન રાખીને રહેતા હતા અને નોકરી કરીને દંપતી જેવું જીવન જીવતા હતા.

દરમિયાન પૃથ્વીએ અંજલીને જણાવ્યું હતું કે, હું મારા ઘરે જાવ છું, તારે જ્યાં જવું હોય ત્યાં જતી રહે, તેમ કહીને ઘર છોડીને જતો રહ્યો હતો. અગાઉ લગ્નની લાલચે યુવતીને દાહોદ લઈ જતા સમયે પૃથ્વીએ અંજલીના માતા-પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ડરના કારણે અંજલી પૃથ્વી સાથે ગઈ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. સાવલી પોલીસે અંજલીની ફરિયાદના આધારે પરિણીત મકવાણા સામે અપહરણ, ધમકી અને બળાત્કારનો ગુનો દાખલ કરીને પૃથ્વીની ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution