ઝાલોદ તાલુકાના દાંતિયાથી ગુલતોરા વચ્ચે હાઇવે પર અજાણા ઇસમો દ્વારા ડમ્પર ચાલક પર જીવલેણ હુમલો



દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના દાંતિયાથી ગુલતોરા વચ્ચે હાઇવે પર મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે નિર્માણ કંપની એટલાસ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જે કામકાજ ચાલી રહ્યું છે તે કંપનીના વાહનને એક બજાજ કંપનીની ડિસ્કવર મોટરસાયકલ ઉપર બે અજાણ્યા ઈસમો દ્વારા વાહન રોકી ડ્રાઇવરને નીચે ઉતારી વાહનની ચાવી માંગેલીે પણ ડ્રાઇવરે હિંમત પૂર્વક ચાવી નહીં આપતા સામનો કરતા આ બે અજાણ્યા ઇસમો દ્વારા પથ્થર મારો કરતા ડ્રાઇવરને માથાના ભાગે ગંભીર ઈજા થયેલ છે ને આ ઘટનાની જાણ કંપનીને થતા તાત્કાલિક ધોરણે ડ્રાઇવરને દાહોદની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે અને ડમ્પર ગાડીને પણ ભારે નુકસાન કરેલ છે હાલમાં જે એક્સપ્રેસ હાઈવે નું જે નિર્માણ ચાલી રહ્યું છે એ કંપનીના કર્મચારીઓ ઉપર આવા બનાવો અવર નવર બની રહ્યા છે

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution