અમદાવાદ-
લોકોમાં ભ્રષ્ટચારને લઈને જાગૃતિ આવે તે માટે વિજિલન્સ અવેરનેસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં ચિત્ર સ્પર્ધા યોજવામાં આવશે. જેમાં ધોરણ 1થી 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેનાથી ઉપરના લોકો માટે એક જૂથ હાથથી ચિત્રકલા અને ડિજિટલ પેન્ટિંગ એમ બે પ્રકારમાં ચિત્ર દોરી શકશે. જે લોકો સ્પર્ધામાં ભાગ લેશે તેમને 20 ઓક્ટોબર સુધીમાં નજીકના ACB પોલીસ સ્ટેશનમાં કૃતિ પહોંચાડવાની રહેશે. જે બાદ 27 ઓક્ટોબર સુધીમાં વિજેતા નક્કી કરવામાં આવશે. જેમાં પ્રથમ ઇનામ 10,000 જે બાદ બીજું ઇનામ 7000 અને ત્રીજું ઇનામ 2000 રૂપિયા રાખવામાં આવ્યું છે.કેટલીક પસંદ કરેલી કૃતિ પૈકીની કૃતિઓ ACB કચેરીમાં પણ લગાવવામાં આવશે. કોઈ પણ કૃતિ સ્પર્ધામાં ભાગ લેનારને પરત આપવામાં આવશે નહીં.