PMOનો ફેક લેટર બનાવીને ગુજરાત સરકાર અને અધિકારીઓની ટીકા કરનાર ડોકટર પકડાયો

 અમદાવાદ-

સૌરાષ્ટ્રના એક ડૉકટરે પોતાની ડૉક્ટર હાઉસ ખાતેની ઓફિસનો કબ્જો મેળવવા માટે PMO ઓફિસનો અશોક સ્તંભ લગાવેલો બોગસ પત્ર તૈયાર કરીને ગુજરાત સરકાર અને અધિકારીઓની કડક ટીકા કરી. આ પત્ર વ્યવહાર ખરેખર પીએમઓ ઓફિસથી થયો છે કે કેમ તે બાબતે સાયબર ક્રાઇમે ખરાઈ કરતા સમગ્ર ભાંડો ફૂટયો અને સાયબર સેલમાં આરોપી ડૉ. વિજય પરીખ વિરુદ્ધ ગુનો નોંધાયો અને ડોક્ટરની ધરપકડ કરાઈ છે. આરોપી ડોક્ટર વિજય પરીખ અમરેલીનો છે. આ પત્રો આરોપીઓએ બે જીમેઈલ આઈડી પરથી મેઈલ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આરોપી ડૉક્ટર વિજય પરીખે પરિમલ ગાર્ડન પાસે ડૉક્ટર હાઉસમાં આવેલી ઓફિસ ડૉ. નિશિત શાહ પાસે ખરીદી હતી. જે ઓફિસ વેચાણ આપી તેનો ગેરકાયદેસર કબ્જો ડૉ. નિશીતે પોતાની પાસે રાખ્યો હતો. આ ઓફિસનો કબ્જો લેવા માટે ડો.વિજયએ સમગ્ર યોજના બનાવી હતી. જે મુજબ ડૉ. વિજયે PMO ઓફિસનો અશોક સ્તંભ લગાવેલો બોગસ પત્ર તૈયાર કરીને ગુજરાત સરકાર અને અધિકારીઓની કડક ટીકા કરી હતી. આ પત્રો આરોપીએ બે જીમેઇલ આઈડી પરથી જૂદી જૂદી જગ્યાએ મેઈલ કર્યા હતા. જેમાં આઈએએસ સંગીતા સિંઘ, પોલીસ વડા અને પોલીસ કમિશનરને મેઈલમાં સાથે રાખી મેઈલ કર્યા હતા.

PMO ઓફિસથી થતા પત્ર વ્યવહાર સરકારે બનાવેલા ઈ મેઈલ આઈડી જેની પાછળ nic.in લખેલું ડોમેઈન વપરાતું હોવાનું સાયબર ક્રાઇમના ધ્યાને આવતા આ કોકડું ઉકેલાયુ. આથી જે જીમેઇલ આઈડીથી મેઈલ આવેલા તેની વિગતો પોલીસે એકત્ર કરી હતી. જેમાં વિગત મળી કે, આ આઈડી 2019માં બનેલું છે અને સપ્ટેમ્બર માસમાં આ લેટર મોકલ્યો હતો. કુલ ત્રણ લેટર બાદ ચોથા લેટર મોકલતા આરોપી ઝડપાઇ ગયો. આરોપી ડો.પરીખ ખૂબ દયાળુ હતા મોટા દિલના હોય તેવી તારીફ કરતો મેસેજ કર્યો હતો. તેઓ એમડી ડોક્ટર છે અને બાનાખત શરતો પુરી ન કરતા ઓફીસ જતી રહી હોવાનું સામે આવ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution