ઇસ્લામાબાદ
પાકિસ્તાનના લરકણામાં એક પરિવારના તમામ લોકોએ વર્ષની એક જ તારીખે જન્મ લઈ રેકોર્ડ બનાવ્યો છે. આ પરિવારમાં કુલ નવ સભ્યો છે. આ બધા લોકોનો જન્મ જુદા જુદા વર્ષોમાં ૧ લી ઓગસ્ટે થયો હતો. હવે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ આ પરિવારની માંગ સ્વીકારી છે અને તેને એક અનોખો રેકોર્ડ ગણાવ્યો છે. ગિનીસ બુક દ્વારા આ પરિવારને રેકોર્ડનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે.
લગ્ન પણ ૧ લી ઓગસ્ટે થયાં હતાં.
આ પરિવારના વડાનું નામ અમીર આઝાદ માંગી છે. માંગીના પરિવારમાં પત્ની અને બાળકો સહિત નવ સભ્યો છે. માંગીના સાત બાળકોમાંથી ચાર જોડિયા છે. દરેકનો જન્મ ૧ લી ઓગસ્ટે જ થયો હતો. મોટી વાત એ છે કે માંગીના લગ્ન પણ ૧ ઓગસ્ટના રોજ થયાં હતાં.
પ્રથમ ભારતીય પરિવારનું નામ નોંધાયું હતું
અગાઉ આ રેકોર્ડ ભારતમાં એક પરિવારના નામે હતો. કુટુંબમાં પાંચ સભ્યોનો સમાવેશ થતો હતો જેઓ એક જ તારીખે જન્મેલા હતાં.