ઉગ્રવાદીઓએ છૂપાઈને હુમલો કરતાં એક સીઆરપીએફ જવાન શહીદ


મણિપુર:મણિપુરના જિરિબામ જિલ્લામાં આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં પોલીસ સાથેની સંયુક્ત પેટ્રોલિંગ ટીમ પર શંકાસ્પદ ઉગ્રવાદીઓએ છુપાઈને હુમલો કર્યો. આ હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (ઝ્રઇઁહ્લ)નો એક જવાન શહીદ થયો છે જ્યારે પોલીસના કમાન્ડો ઘાયલ થયા છે. હાલમાં, શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે.અહેવાલ મુજબ, મણિપુર પોલીસના અધિકારીઓનું કહેવું છે કે આસામની સરહદ સાથે જાેડાયેલા જિલ્લામાં સંયુક્ત પેટ્રોલિંગ દળ પર શંકાસ્પદ ઉગ્રવાદીઓએ ભારે ગોળીબાર કર્યો. તે સમયે ઝ્રઇઁહ્લનો જવાન પેટ્રોલિંગ જીેંફની નજીક ચાલી રહ્યો હતો, ત્યારે જ શંકાસ્પદ ઉગ્રવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમે પણ જવાબી કાર્યવાહી કરી. જેના પછી ઉગ્રવાદીઓ જંગલનો આશરો લઈને ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ થયા. ઝ્રસ્ એ કુકી ઉગ્રવાદીઓના હુમલાની કડક નિંદા કરી આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી બીરેન સિંહે પોલીસ પર થયેલા હુમલા અંગે ઠ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે હું આજે જિરિબામ જિલ્લામાં કુકી ઉગ્રવાદીઓના શંકાસ્પદ સશસ્ત્ર જૂથ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઝ્રઇઁહ્લના એક જવાનની હત્યાની કડક નિંદા કરું છું. તેમણે આગળ કહ્યું કે ફરજના માર્ગે તેમનું સર્વોચ્ચ બલિદાન વ્યર્થ નહીં જાય.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution