વાઘોડિયા,તા.૧૭
વાઘોડિયા સેવા સદન ખાતે રજીસ્ટાર કચેરીમા છઝ્રમ્એ છટકુ ગોઠવતા કરાર આધારીત કર્મચારી રુપીયા એક હજારની લાંચ લેતા ઝડપાયો હતો.વાઘોડિયા સેવાસદન ખાતે રજીસ્ટાર કચેરીમા કરાર આધારીત ફરજ બજાવતો ચંદ્રેશ રણછોડભાઈ સોલંકીનાઓએ ફરીયાદિ પાસે દસ્તાવેજના ઈન્ડેક્ષપેટે રુપીયા એક હજારની માંગણી કરી હતી. જાેકે ફરીયાદિ આવી કોઈ રકમ આપવા માંગતો ના હોય તેને લાંચ રુશ્વત બ્યુરોમા ફરીયાદ કરતા આજરોજ આરોપીને છટકામા આબાદ ઝડપી પાડવા જાળ બિછાવી હતી. ફરીયાદિએ પોતાના કામ પેટે રુપીયા એકહજાર આપવાની તૈયારી બતાવતા આરોપીએ ફરીયાદિને રજીસ્ટાર ઓફિસની બાજુમા આવેલ રેકોર્ડ રુમમા બોલાવ્યો હતો. દસ્તાવેજના ઈન્ડેક્ષ પેટે રુપીયા એક હજાર ફરીયાદિ પાસેથી સ્વિકારતાની સાથે જ છઝ્રમ્એ તેને લાંચની રકમ સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. જાેકે વાઘોડિયા રજીસ્ટાર કચેરીએ આ રકમ તે પોતાના માટે સ્વિકારતો હતો કે કોઈ બાબુઓના કહેવાથી. ? આ અંગે છઝ્રમ્એ પુછપરછ આરંભી છે. લગભગ પાંચ કલાક સુઘી છઝ્રમ્ના અઘિકારીએ આરોપીની પુછપરછ શરુ કરી હતી.સેવાસદન ખાતે છઝ્રમ્ટ્રેપની વાત સરકારી કચેરીઓમા વાયુવેગે ફેલાતા લાંચીયા બાબુઓમા ફફડાટ વ્યાપી ગયો હતો.