પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ

રાજકોટ રાજકોટના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ છે. ભાજપે પરેશ ધાનાણીની ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસરે પરેશ ધાનાણીના ભાષણના વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. મળતા અહેવાલ મુજબ પરેશ ધાનાણીએ ક્ષત્રિય અને પાટીદાર સમાજને હરખપદુડા કહેતા ભાજપે ફરિયાદ કરી છે. ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસરે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. રાજકોટ પશ્ચિમમાં આચારસંહિતાના ઉલ્લંઘનની સૌથી વધુ ૧૩૨ ફરિયાદ નોંધાઇ છે. આચારસંહિતાના ઉલ્લંઘનની સૌથી ઓછી ૭ ફરિયાદ જસદણમાં નોંધાઈ છે. થોડા દિવસ પહેલા રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયો પર કટાક્ષ કર્યો હતો. પરેશ ધાનાણીએ ક્ષત્રિય અને પાટીદારોને હરખ પદુડા કહ્યાં હતા. આ સાથે “૧૯૯૫માં ભય, ભુખ અને ભ્રષ્ટ્રાચાર દૂર કરવા ભાજપનું બીજ વાવ્યું” હોવાના પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ નિવેદન બાદ વિવાદ થઈ રહ્યો છે.આ સાથે ધાનાણીએ ૧૯૯૫ને યાદ કરાવ્યો હતો. ધાનાણીએ પોતાના ભાષણમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતુ કે કોઈ સમાજ બાકી રહ્યા નથી, વારાફરતી બધાનો વારો આવી રહ્યો છે. મળતી મુજબ રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી આ દરમિયાન માલધારી સમાજના કાર્યક્રમમાં પરંપરાગત ડ્રેસમાં જાેવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે અહીં પાટીદારો અને ક્ષત્રિયોને હરખ પદુડા કહી કટાક્ષ કર્યો હતો.

કામના મુદ્દે મત ના માંગી શકનારાઓએ સ્વાર્થ માટે વર્ગ વિગ્રહનું બીજ રોપ્યું

લોકસભાની રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ આજે કોંગ્રેસ આયોજિત સંવિધાન બચાવો સંમેલનને સંબોધતા, ભાજપ અને પરશોત્તમ રુપાલા પર ભારે વાકપ્રહારો કર્યા હતા. પરેશ ધાનાણીએ, પરશોત્તમ રુપાલા માટે કહ્યું કે, તેઓ રાજકોટમાં આયાતી ઉમેદવાર છે. પરેશ ધાનાણીએ કાવ્યાત્મક શૈલીમાં ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું કે, સત્તાના અંહકારને જમીનમાં ભંડારવાનું કામ કરવાનું છે. એકતાના ગુલદસ્તાને વેરવિખેર કરવાનું કામ ભાજપે કર્યું છે. પરેશ ધાનાણીએ કહ્યું કે, રાજકોટ મહાનગરપાલિકાથી કેન્દ્ર સરકાર સુધીમાં ભાજપની સત્તા છે પરંતુ લોકોની સમસ્યા યથાવત રહેવા પામી છે. લોકો સમસ્યાના દળ દળમાં દટાઈ રહ્યાં છે. પરશોત્તમ રુપાલા અંગે કહ્યું કે, રાજકોટમાં ભાજપના કાર્યક્રમમાં પાથરેલી ખુરશીઓને ગાભા મારતા પાયાના અનેક કાર્યકરોને લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા હોય, પરંતુ ભાજપના રાષ્ટ્રીય નેતાઓને જનસંઘની પૃષ્ઠભૂમિ ધરાવતા રાજકોટમાં એક પણ સ્થાનિક ઉમેદવાર ના મળતા આખરે અમરેલીથી ઉછીના આયાતી ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારવાની ફરજ પડી છે. પરંતુ પરિણામ સ્પષ્ટ છે. હાર નિશ્ચિત છે. પરશે ધાનાણીએ કહ્યું કે, મે તે સમયે કહ્યું હતું કે, આમને બહાર ના કાઢવા જાેઈએ, પરંતુ માન્યા નહીં, ૨૨ વર્ષે બહાર કાઢ્યા અને ટેસ્ટર અડાડતા જ લાલ લાઈટ થઈ. માત્ર રાજકોટ જ નહી સમગ્ર ગુજરાતને વગ્રવિગ્રહમાં ધકેલી દીધુ. કામના મુદ્દે મત ના માંગી શકનારા સત્તાના ટુંકા સ્વાર્થ માટે વર્ગ વિગ્રહનુ બીજ રોપી દીધુ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution