ફિનલેન્ડનું બાળક, સ્વતંત્રતાનો અતિરેક અને આપણું અંધત્વ

હું ફિનલેન્ડની શાળામાં જ્યારે નોકરી કરતી હતી ત્યારે મારા ક્લાસમાં એક ૭ વર્ષનો બાળક ખૂણામાં એકલો બેઠો હતો. ઘણો લાંબો સમય એ એમ જ નિષ્ક્રિય બેઠો રહ્યો. સામાન્ય રીતે એ બાળક ઘણો એક્ટિવ હતો. લગભગ ૧૦ મિનિટ આવી પસાર થઇ પછી મેં તેની પાસે જઈ અને તેને પૂછ્યું કે તને શું તકલીફ છે? શું કામ તું આમ નિષ્ક્રિય બેસી રહેલો છો? કંઈ થાય છે? માંદો છો?
એ બાળકના જવાબે મને દુઃખ સાથે બહુ ઊંડા વિચારોમાં નાંખી દીધી. એ બાળક દુઃખી હતો કારણ કે આ અઠવાડિયું તેના પિતા સાથે રહેવાનું અઠવાડિયું હતું. અહીં માતાપિતાના છૂટાછેડા થાય ત્યારે લગભગ ઘણાબધા કેસમાં બાળકને એક અઠવાડિયું માતા સાથે અને બીજું અઠવાડિયું પિતા સાથે રહેવાનું તેવો કોર્ટ ચુકાદો આપતી હોય છે. મારી દ્રષ્ટિએ આ ર્નિણય સૌથી ખરાબ ર્નિણય છે. આપણે આપણી જાતને જ આ બાળકની જગ્યાએ મૂકી જાેઈએ તો ખ્યાલ આવે કે આવા ર્નિણયથી એક પણ ઘર પોતાનું ન લાગે.
આ વાત દ્વારા હું ભારતીય સમાજમાં વર્ષોથી ચાલી આવતી સંયુક્ત પરિવારની પરંપરાનું મહત્વ સમજાવવા માંગું છું. આવા અહીં ૧૦માંથી ૬ પરિવારો હોય છે જેમાં છુટાછેડા થયેલા હોય છે અને એ જ કારણ છે કે અહીં બાળકો બહુ નાની ઉંમરથી ધૂમ્રપાન, આલ્કોહોલ, ડ્રગ્સ વગેરે વ્યસનો કરવા લાગે છે.
વિદેશી સમાજની આવી હાલત જાેઈ ચોક્કસ વિચાર આવે કે શું ભારતીયોએ વિદેશોનું અનુકરણ કરવાની જરૂર છે કે વિદેશીઓએ ભારતીય સમાજવ્યવસ્થામાંથી શીખવાની જરૂર છે? આ બાબતે મનોમંથન કરીએ તો ખ્યાલ આવે કે ભારતીય સમાજમાં હજી બાળકોની હાલત આટલી ખરાબ નથી અને તેનું મુખ્ય કારણ ભારતમાં રહેલી સંયુક્ત પરિવારની પરંપરા છે.
આ સમયે કે જ્યારે ભારતીય લોકો વિદેશોનું આંધળું અનુકરણ કરી રહ્યા છે ત્યારે એકવાર આપણે આપણી ભાવિ પેઢી માટે એવું વિચારવું જાેઈએ કે સ્વતંત્રતા અગત્યની છે કે હૂંફ? વિદેશોમાં ભાવિ પેઢીની આવી કફોડી હાલત પાછળ જવાબદાર મુખ્ય પરિબળ વધુ પડતી સ્વતંત્રતાની માનસિકતા છે, જેના તરફ અત્યારે આપણી ભારતીય યુવા પેઢી પણ આંધળી દોટ લગાવી રહી છે. ત્યારે માતાપિતા તરીકે આપણી ફરજ છે કે આપણે બાળકોને આપણા સમાજમાં ચાલી આવતી સંયુક્ત કુટુંબની પરંપરાનું મહત્વ સમજાવીએ.
સંયુક્ત કુટુંબની આ પરંપરા સમાજમાં દરેક વ્યક્તિને પ્રેમ, સહારો અને સંરક્ષણ આપે છે, જે દરેક વ્યક્તિ માટે સુખ અને સંતોષનો આધાર હોય છે. વિદેશોની યુવા પેઢી સ્વતંત્ર તો છે પરંતુ એકલતા અને અસુરક્ષિતતા પણ એટલી જ અનુભવે છે જે એ લોકોને વ્યસન તરફ ધકેલે છે.
ભારતમાં સંયુક્ત કુટુંબની પરંપરા બહુ જૂની છે. સંયુક્ત પરિવારમાં વ્યક્તિને ભાવનાત્મક આધાર મળે છે. પરિવારમાં દરેક વ્યક્તિનું એકમેકથી જાેડાણ, પારસ્પરિક સહયોગ અને સંઘર્ષને હલ કરવા માટેની ક્ષમતા વિકસે છે. જ્યારે આપણે પરિવારમાં બધાં સાથે રહીને કાર્ય કરવાં અને ત્યાગ કરતા શીખીએ છીએ, ત્યારે જીવનની ઘણી મુશ્કેલીઓ સરળ બની જાય છે.
ઉપરાંત, સંયુક્ત કુટુંબમાં બાળકોને વડીલો તરફથી હંમેશા મોટીવેશન, માર્ગદર્શન અને સંસ્કાર મળે છે. તે સમજતા શીખે છે કે જિંદગીમાં સફળતા હાંસલ કરવા માટે એકમેકના સહકાર અને ટીમ વર્કની જરૂર છે. જેના કારણે આપણને એક માનસિક સુરક્ષા મળે છે જેનો વિદેશોમાં ખુબ જ અભાવ છે.
આજના સમયની વ્યસ્ત જીવનશૈલી અને આધુનિકીકરણના કારણે ઘણા સંયુક્ત કુટુંબોનું વિખંડન થઈ રહ્યું છે. લોકો વધુ આર્ત્મનિભર અને વ્યક્તિગત થઈ રહ્યા છે, જેનાથી પારિવારિક બંધનો કાચા અને નાજુક થઈ રહ્યા છે. આ સંજાેગોમાં આપણા બાળકોને સંયુક્ત કુટુંબના મહત્ત્વને સમજાવવુ બહુ જરૂરી છે.
આપણે માત્ર આપણા જીવાતા જીવન દ્વારા જ આપણા બાળકોને આ અણમોલ સંસ્કૃતિ શીખવી શકીશું. અને જાે આપણા બાળકોને આ સંસ્કૃતિ નહીં સમજાવી શકીએ, તો ભવિષ્યમાં તેઓ આ સામાજિક સંબંધોની હૂંફથી વંચિત રહી જશે. તેઓ કદાચ સ્વતંત્ર તો થઈ જશે પરંતુ ખુબ જ એકલતા, તણાવ અને અસુરક્ષિતતા અનુભવશે.
સંયુક્ત કુટુંબની પરંપરા એ ભારતીય સમાજની એ મૂળભૂત વિશિષ્ટતાઓમાંની એક છે, જે આપણને દુનિયામાં એક અલગ ઓળખ આપે છે. આ પરંપરામાં સૌને મળતો સહારો, હૂંફ અને પ્રેમ એ માનવજીવન માટે અગત્યના તત્ત્વો છે.
આજે જ્યારે દુનિયાની વ્યસ્તતા અને વ્યક્તિગત સ્વાતંત્ર્ય વધતું જાય છે, ત્યારે આ પરંપરાને જાળવી રાખવા માટે આપણા બાળકોને તેનું મહત્ત્વ સમજાવવું આવશ્યક છે.
સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution