એક છત્રયોગ નરેન્દ્ર મોદીનો, એક છત્રયોગ અમીત શાહનો!

વિનોદ શાહ | 

નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન બની ગયા! તેમની શપથવિધિની કુંડળી એક તરફ બળવાન છે તો બીજી તરફ સત્તા ગુમાવવાનો આછોપાતળો ભય પણ દર્શાવી રહી છે. આ અગાઉના લેખમાં આપણે તેમની શપથવિધિની કુંડળી જાેઈ ગયા છીએ. આ કુંડળીની બે ખાસ વિશેષતાઓ છે. એક તો એ કે તેમાં છત્રયોગ બની રહ્યો છે અને બીજી એ કે આ છત્રયોગ રાહુ દ્વારા બની રહ્યો છે!

નરેન્દ્ર મોદીની કુંડળીમાં રાહુ દ્વારા છત્રયોગ! અને બિલકુલ રાહુ દ્વારા જ એક છત્રયોગ તેમના અતિ વિશ્વાસુ સાથી અમીત શાહની જનમકુંડળીમાં પણ છે! વાસ્તવમાં રાજકીય રીતે નરેન્દ્ર મોદી કરતાંય અમિત શાહની કુંડળી વધારે બળવાન છે. ઉપરાંત નરેન્દ્ર મોદીની કુંડળીમાં જે કંઈ ખૂટે છે તેની ખોટ અમિત શાહની કુંડળી પૂરી કરે છે. તમે એમ કહી શકો કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની બેલડી ‘રામ મિલાઈ જાેડી’ જેવી છે!

અહીં નરેન્દ્ર મોદીની શપથવિધિની કુંડળી તેમજ અમીત શાહની જનમકુંડળી આપી છે. બંને કુંડળીઓ એ રીતે મૂકી છે કે તેમાં રહેલો છત્રયોગ સ્પષ્ટ રીતે દેખાય.

નમોનો છત્રયોગ સબળ છે. તેમની સત્તા ટકી જવાની સંભાવનાઓ તે દર્શાવી રહ્યો છે પરંતુ થોડા સમય માટે કદાચ સત્તા ગુમાવવી પડે તેમ પણ બને. એ પછી તે ફરી વાર ધમાકાભેર સત્તાને પ્રાપ્ત કરે તેવી શક્યતાઓ પૂરેપૂરી છે. નરેન્દ્ર મોદીની જનમકુંડળીમાં ૬ ડિસેમ્બર ૨૦૨૭થી રાહુની મહાદશા શરૂ થાય છે અને તેમની શપથવિધિની કુંડળીમાં રાહુથી છત્રયોગ બને છે. આથી એક વાત તો સ્પષ્ટ છે કે નમો કોઈ કારણે કદાચ થોડા સમય માટે સત્તા ગુમાવે તો પણ તે રાહુની મહાદશામાં જ ફરી વાર અવશ્ય સત્તા ધારણ કરશે. વધારે મહત્ત્વની વાત એ છે કે તેમના એ સત્તાકાળમાં રાહુ સૌથી અગત્યનો ભાગ ભજવશે. ૬ ડિસેમ્બર એ બાબરી વિધ્વંસનો ઐતિહાસિક દિવસ છે એ તો આપ સૌને યાદ હશે જ. ૨૦૨૭ના વર્ષની આ તારીખે જ મોદીના રાજકીય જીવનમાં રાહુની મહાદશાનો પ્રારંભ થવાનો છે! અને એ મહાદશામાં તેમના પોતાના શત્રુઓ તો ઠીક, ભારત દેશના શત્રુઓની બહુ માઠી દશા બેસવાની છે. ઉપરથી અમીત શાહની જનમકુંડળીમાં પણ રાહુથી થતો છત્રયોગ છે. અમીત શાહનું એક સાવ નવું ‚રૂપ તમને ૨૦૨૭ પછી જાેવા મળશે. નરેન્દ્ર મોદીના રાહુ સાથે તેમનો રાહુ મળીને એક સાવ નવો ઈતિહાસ રચશે. અહીં એ યાદ રાખવા જેવું છે કે પોતાના દુશ્મનો માટે અમીત શાહ નરેન્દ્ર મોદી કરતાં પણ વધારે ખતરનાક છે.

ટૂંકમાં ૨૦૨૭ પછી ભારતના રાજકારણમાં રાહુ બહુ મોટો ભાગ ભજવવાનો છે. અને રાહુનું મુખ્ય કામ શું હોય છે? એનું કામ હોય છે પરંપરાઓને તોડવાનું. ભારતના રાજકારણમાં નમોની રાહુની મહાદશા તેમજ અમીત શાહનો રાહુથી બનતો છત્રયોગ, આ બંને બહુ મોટી ઉથલપાથલનું સર્જન કરશે. ભારતનું સમગ્ર સંવિધાન બદલાશે. ભારતની નાગરિક સંહિતા સુદ્ધાં બદલાશે. સાથે સાથે ભારતના નાગરિકોની માનસિકતા પણ બદલાશે. આ બધાંની વચ્ચે ભારતના દુશ્મનો પૂરેપૂરા ખુલ્લા પડશે. તેમને ભાગવા માટે ભૂમિ સુદ્ધાં નહીં મળે. તેમાં પણ બહારના દુશ્મનો કરતાં આંતરિક દુશ્મનો માટે વધારે ભયાનક સમય આવશે.

સરહદ ઉપર પણ રાહુની અસર દેખાશે. આર્થિક રીતે સાવ તળિયે જઈ બેઠેલું પાકિસ્તાન ચીનના ઈશારે સરહદ પર કોઈ છમકલું કરશે અને એ છમકલું એના ઇતિહાસને જ નહીં, એની ભુગોળને પણ સદંતર બદલી નાખશે. તે માત્ર પીઓકેને જ નહીં ગુમાવે પરંતુ એ સિવાયની પણ ઘણી બધી ભૂમિ ગુમાવશે. એ પણ શક્ય છે કે એના કેટલાક પ્રદેશો એનાથી છૂટા પડી જઈને સ્વતંત્ર દેશો બની જાય. બલુચિસ્તાન એક અલગ દેશ બને તે પણ સંભવ છે. ભારત પોતે તેમાં મદદ કરશે.

પાકિસ્તાનના પરાજયની સૌથી ખરાબ અસર ચીન ઉપર પડશે. તેની શાખ, તેની દાદાગીરી ઘટશે. ભારતને ડરાવવા માગતું ચીન ભારતથી ડરતું દેખાશે.

આ દરમ્યાન ભારત અને જાપાનની વચ્ચેના સંબંધો નિરંતર ગાઢ બનતા જશે. અમેરિકાની ઈચ્છા વિ‚દ્ધ ઈઝરાયલ પણ ભારતની પડખે સતત ઊભું રહેતું દેખાશે. અમેરિકા પોતાનાં વેપારી તેમજ રાજકીય હિતોને કારણે ભારતને કે ઈઝરાયલને વધારે પડતા નારાજ કરવા તૈયાર નહીં થાય. આની રાજકીય અસર જેટલી અમેરિકા પર પડશે તેના કરતાં પણ વધારે ચીન ઉપર પડશે. ઉપરાંત રશિયાનો ઝુકાવ પણ ભારત તરફી દેખાશે. તેનાથી પણ ચીનની પરેશાનીઓ વધશે.

મુસ્લિમ દેશો સાથે ભારતના સંબંધો વણસતા દેખાશે. જાે કે ભારતને તેનાથી ખાસ નુકસાન નહીં થાય.

એકંદરે નમોમિત (નરેન્દ્ર મોદી અને અમિત શાહ) ભારતના દુશ્મનો માટે બહુ મોટા રાહુ સાબિત થશે. બંને મળીને રાહુની પુરેપુરી કુટિલતા બતાવશે. તેમની જાેડી ઇન્ડિયાને ‘ભારત’ બનાવશે. એમાંય અમિત શાહ પોતાના વિરોધીઓને તેમજ રાષ્ટ્રના ગદ્દારોને તેમનાં અસલ સ્થાન બતાવશે. અત્યાર સુધીનો બધો રાજકીય હિસાબકિતાબ તે પૂરેપૂરો વસુલ કરશે.

સમગ્ર રીતે જાેતાં મોદી અને શાહ મળીને પોતાના દેશ માટે રામનો ધર્મ નિભાવશે અને ભારતના દુશ્મનોને મહાભારતના પાઠ ભણાવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution