અહીં તસ્કરોએ ભગવાનને પણ ન છોડ્યા, જૂઓ કેવી રીતે ચોરી કરી

રાજકોટ-

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ધાર્મિક સ્થળોએ ચોરીના બનાવો વધી રહ્યાં છે. ત્યારે તસ્કરોની ટોળકીએ વધુ એક મંદિરને નિશાન બનાવ્યાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ પાસે આવેલા ફાડદંગ ગામે વાધાવાળા મેલડી માતાજીના મંદિરમાં અજાણ્યાં ચાર શખ્સોએ ચોરી કરી છે. આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ છે. જેના આધારે પોલીસે તજવીજ હાથ ધરી છે. ચાર શખ્સો દાનપેટી ઢસડીને લઇ જતા હોવાના દ્રશ્યો ઝ્રઝ્ર્‌ફમાં કેદ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ પાસે આવેલા ફાડદંગ ગામમાં મોડી રાત્રે ચાર તસ્કરોનું ટોળું વાધાવાળા મેલડી માતાજીના મંદિરમાં ત્રાટક્યું હતું. સૌપ્રથમ તસ્કરોએ મંદિરના લોખંડના દરવાજા પર લાગેલા તાળાને તીક્ષ્ણ હથિયાર વડે તોડીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તસ્કરોએ મંદિરમાં ત્રાટકી માતાજીના ચાંદીના છત્ર, દાગીના તેમજ રોકડ રકમના મુદ્દામાલની ચોરી કરતા ઝ્રઝ્ર્‌ફમાં દ્રશ્યમાન થાય છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોરીના બનાવનો ભેદ ઉકેલવા મંદિરમાં રહેલા ઝ્રઝ્ર્‌ફ કેમેરા તપાસ્યા હતા. જેમાં મોડી રાતે ૧ વાગ્યાના અરસામાં મોઢે ફાળિયું બાંધેલા ચાર શખ્સો દાનપેટી ઢસડીને લઇ જતા હોવાના દ્રશ્યો કેદ થયા છે. જેના આધારે મંદિર ચોરી કરવાની ટેવ ધરાવતા નિશાચરોને ચેક કરવા તજવીજ હાથ ધરી છે. મંદિરમાં ચોરી કરનાર તસ્કર પકડાય જવાની સંભાવના પોલીસ અધિકારીએ વ્યક્ત કરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution