જમ્મુ-કાશ્મીરમાં સૈન્યના ૧૬ જવાનો સામે પોલીસ કેસ નોંધવામાં આવ્યો જમ્મુ-કાશ્મીરમાં સેનાના ૧૬ જવાનો સામે કેસ નોંધવામાં આવ્યો 

જમ્મુ :જમ્મુ-કાશ્મીરમાં સેનાના ૧૬ જવાનો સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ તમામ સેનાના જવાનો પર કુપવાડા જિલ્લાના પોલીસ સ્ટેશન (જમ્મુ પોલીસ) પર પોલીસકર્મીઓ પર હુમલો કરવાનો આરોપ છે. આમાં સેનાના ત્રણ અધિકારીઓ પણ સામેલ છે. પોલીસે અધિકારીઓ સહિત સેનાના ૧૬ જવાનો સામે કેસ નોંધ્યો છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સૈનિકોના હુમલામાં સ્ટેશન ઈન્ચાર્જ સહિત પાંચ પોલીસકર્મી ઘાયલ થયા છે. આ ઘટના મંગળવાર મોડી સાંજની કહેવાય છે. પોલીસ સ્ટેશનની અંદર કથિત રીતે હંગામો મચાવતા સૈનિકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થઈ રહ્યો છે. જાે કે, સેનાએ પોલીસ પર હુમલો કરવાનો ઇનકાર કર્યો હતો અને તેને “નાના મતભેદો”ની ઘટના ગણાવી હતી.સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “પોલીસ અને સેનાના જવાનો વચ્ચે બોલાચાલી અને ઝપાઝપીના અહેવાલો ખોટા છે. ઓપરેશનલ બાબતે પોલીસ કર્મચારીઓ અને પ્રાદેશિક સૈન્ય એકમ વચ્ચેના નજીવા મતભેદોને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવામાં આવ્યા છે.” સેનાના જે ૧૬ જવાનો સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે તેમાં લેફ્ટનન્ટ કર્નલ રેન્કના ત્રણ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. તેની સામે પોલીસ સ્ટેશનમાં રમખાણ, હત્યાનો પ્રયાસ અને પોલીસકર્મીઓના અપહરણના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. એક કેસની તપાસના ભાગ રૂપે, પોલીસે મંગળવારે કુપવાડાના બટપોરા ગામમાં પ્રાદેશિક સેનાના સૈનિકના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસ એફઆઈઆર મુજબ, લગભગ ૯ઃ૪૦ વાગ્યે, સૈનિકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો અને હંગામો અને મારપીટ કરી. એફઆઇઆરમાં સેનાના ત્રણ અધિકારીઓના નામ પણ સામેલ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ત્રણ અધિકારીઓની આગેવાની હેઠળ ટેરિટોરિયલ આર્મીના ૧૬૦ સશસ્ત્ર અને યુનિફોર્મધારી સૈનિકો પોલીસ સ્ટેશનમાં અનધિકૃત રીતે પ્રવેશ્યા હતા. સૈનિકોએ, “કોઈપણ ઉશ્કેરણી વિના, પોલીસ સ્ટેશનમાં હાજર કર્મચારીઓ અને અધિકારીઓ પર રાઈફલના બટ્‌સ, લાતો અને દંડાથી ગંભીર હુમલો કરવાનું શરૂ કર્યું.એફઆઇઆરમાં લખવામાં આવ્યું છે કે, “તત્કાલ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને માહિતી આપવામાં આવી. આ અધિકારીઓ પોલીસકર્મીઓને બચાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution