પાવીજેતપુર
યુવકને માર મારી ઈજાના બનાવને અકસ્માતમા ખપાવી દેવાની કોશીશ કરવામા આવી હોવાના આક્ષેપ સાથે પાવી જેતપુર ખાતે ગઇકાલે ખોરવાણીયાની મહીલાઓએ પી.એસ.આઈ. સામે ફરીયાદ દાખલ કરવા હલ્લાબોલ કર્યું હતું જેને લઈને આખા દીવસ દરિમયાન ભારે ડ્રામા બાદ પાવી જેતપુરના પી.એસ.આઈ, કોન્સ્ટેબલ અને જીઆરડી જવાન સામે હત્યાની કોશીશનો ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી. જાે કે ફરીયાદમાં પી.એસ.આઈ.નું ક્યાય પણ નામ તો ઠીક હોદ્દો પણ નહિ દેખાતા કાર્યવાહી સામે શંકા સેવાઇ રહી છે.
આ મુદ્દે છોટા ઉદેપુરના ડીવાયએસપી એ.વી.કાટકડેના જણાવ્યા મુજબ પોલીસે માર માર્યાની રજૂઆત આવતા પી.એસ.આઈ., એક કોન્સ્ટેબલ અને એક જી.આર.ડી જવાન સામે ગુનો નોધાયાની વાત કરી હતી. પ્રાપ્ત માહીતી મુજબ પાવી જેતપુર તાલુકાનાં ઘૂટિયા ખાતે ૧ લી તારીખના સવારે ૮ વાગ્યે દારૂની ખેપ મારવા જતા યુવકોને પાવી જેતપુરના પી.એસ.આઈ. કોન્સ્ટેબલ અને જી.આર.ડી જવાન ખાનગી વાહન અને તે પણ ઝૂમલી લઈને જતા હતા ત્યારે રસ્તામાં રોકવા માટે બાઇક ચાલક યુવક રાજેશને લાકડીનો ફટકો મારતા બંને બાઈક સવાર યુવકો નીચે પડી ગયા હતા. નીચે પડતાં જ પાછળ બેઠેલો યુવક લીલેશભાઈ ઊભો થઈને ભાગી ગયો હતો.
દૂર જઈને સંતાઈને જાેતાં પોલીસે ફરીથી નીચે પડેલા રાજેશને મારતા રાજેશ બેભાન થઈ જતાં પોલીસે જ ૧૦૮ ને બોલાવીને રાજેશને સારવાર માટે પાવી જેતપુર લઈ જવામાં આવ્યો હતો ત્યાથી તેને વધુ સારવાર માટે વડોદરા લઈ જવાતા ત્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર બનાવને અકસ્માતમાં ખપાવી દેવાની કોશીષ પણ થઈ હતી જેને લઈને પાવી જેતપુરના પી.એસ.આઈ. વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાવવા માટે ઉચ્ચ અધીકારીઓને જાણ કરતા કોઈ યોગ્ય કાર્યવાહી ન થતાં ગઇકાલે ખોરવાનીયા ગામની ૨૫ થી ૩૦ મહિલાઓએ પાવી જેતપુર પોલીસ મથકે હલ્લા બોલ કર્યું હતું. મામલો ગરમાતા જીલ્લાના ઉચ્ચ પોલીસ અધીકારીઓ પાવી જેતપુર દોડી આવ્યા હતા.
પાવી જેતપુર પી.એસ.આઈ. સામે જ્યાં સુધી ફરીયાદ દાખલ નહી થાય ત્યાં સુધી ઘરે નહી જવાની જીદ લઈને બેસતા આખરે આખા દીવસના ડ્રામા બાદ પાવી જેતપુરના પી.એસ.આઈ., કોન્સટેબલ કમલેશ અને જી.આર.ડી જવાન સુરપાન સામે ઇપીકો ૩૦૭, ૩૨૫ અને ૧૧૪ મુજબ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.