વડોદરા,તા. ૧૪
હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને કારણે જાહેર સ્થળો પર સોશિયલ ડિસ્ટન્સીન્ગનું પાલન થાય તે માટે પોલીસ રોજ પેટ્રોલિંગ કરતી હોય છે. રીક્ષાઓમાં વધારે પડતા મુસાફરો બેસાડીને લઇ જવાતા હોવાની માહિતીને આધારે છેલ્લા થોડાક દિવસોથી વિવિધ પોલીસમથકના કર્મીઓ દ્વારા હાલમાં આવા રિક્ષાચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે સાંજે ફતેગંજ પોલીસમથકના પોલીસકર્મીઓને ચર્ચ સામેના રોડ પર રિક્ષામાં ૬ મુસાફરો બેસાડીને લઇ જઈ રહેલો એક રીક્ષાચાલક મળી આવ્યો હતો. તેનું નામઠામ પૂછતાં પોતે ગોરવા વિસ્તારમાં આવેલ રહેમતપાર્ક ખાતે રહેતો ફકીર મહંમદ અબ્બાસખાન પઠાણ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.