ગાંધીનગર-
ગુજરાતની પરંપરા પ્રમાણે દરેક બુધવારે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજવામાં આવે છે, જેથી કરીને પ્રજા પ્રશ્નોનાં ત્વરિત નીકાલ લાવી શકાય. ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક મળશે. CM વિજય રુપાણી ની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે, જેમા પેટાચૂંટણીમાં થયેલ મતદાન મુદ્દે થશે ચર્ચા, તો કોરોનાની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે પણ ચર્ચા થશે, સાથે સાથે તહેવારોમાં કોરોનાનાં કારણે સાવચેતી માટેનાં પગલાં ભરવા અંગે પણ ચર્ચા કરાશે. ટેકાનાં ભાવે મગફળીની ખરીદી ચાલી રહેલી હોય અને ભાવ મામલે તો માલનાં ભરાવા મામલે અનેક પ્રશ્નો ઉઠ્યા હોય, ત્યારે આ મામલે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચાનો દોર જોવામાં આવશે. પેટાચૂંટણીમાં થયેલ મતદાન મુદ્દે થશે ચર્ચા
તેમજ રાજયમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ મુદ્દે થશે ચર્ચા આ ઉપરાંત તહેવારોમાં સાવચેતી માટે પગલાં ભરવા અંગે ચર્ચા થઈ શકે છે.