ન્યૂ દિલ્હી
બુધવારે પાકિસ્તાનના ઉત્તર ભાગમાં એક બસને નિશાન બનાવીને મોટો વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. ઇસામના હુમલામાં આઠ લોકોનાં મોત થયાં હતાં, જેમાં ચાર ચીની નાગરિકોનો સમાવેશ થાય છે. સૂત્રોએ આ વિશે ન્યૂઝ એજન્સી રોઇટર્સને માહિતી આપી છે. હઝારા ક્ષેત્રના વરિષ્ઠ વહીવટી અધિકારીએ જણાવ્યું હતું કે, અપર કોહિસ્તાનમાં ચીની એન્જિનિયરોને લઈને જતી બસમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, બસ 30 થી વધુ ચાઇનીઝ ઇજનેરોને અપર કોહિસ્તાનના દાસુ ડેમ સ્થળે લઈ ગઈ હતી. એન્જિનિયરોની સાથે અર્ધલશ્કરી દળના બે સુરક્ષા જવાનો પણ માર્યા ગયા છે