નેપાળમાં ૪૦ મુસાફરોથી ભરેલી બસ નદીમાં ખાબકીઃ ૧૪ના મોત

કાઠમંડુ: નેપાળમાં શુક્રવારે એક ભારતીય બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. નેપાળ પોલીસે પુષ્ટિ કરી છે કે ૪૦ લોકોને લઈને જઈ રહેલી એક ભારતીય બસ તનહુન જિલ્લાના માર્સયાંગડી નદીમાં ખાબકી. મળતી માહિતી મુજબ ેંઁ હ્લ્‌ ૭૬૨૩ નંબર ધરાવતી આ બસ નદીમાં ખાબકવાથી ૧૪ જેટલા મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ૧૫ લોકો ઘાયલ છે. મુસાફરોની હજુ ઓળખ થઈ શકી નથી. બસમાં ૪૦ મુસાફરો સવાર હતા. આર્મ્ડ પોલીસ ફોર્સના પ્રવક્તાના જણાવ્યાં મુજબ ૧૪ મૃતદેહો મળી આવ્યા છે. જિલ્લા પોલીસ કાર્યાલય તનહુના ડીએસપી દીપકુમાર રાયે જાણકારી આપી કે યુપી એફટી ૭૬૨૩ નંબરપ્લેટવાળી બસ નદીમાં ખાબકી અને નદીના કિનારે પડી છે.બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ હાજર છે. લોકોને બચાવવાની કોશિશ થઈ રહી છે. સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીએ તરત ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution