લાલપુર નજીક દારૂ ભરેલી કાર સહિત એક બૂટલેગર પકડાયો

અરવલ્લી, ધનસુરા : અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે જિલ્લામાં પ્રોહી. ગુનાખોરી ડામવા કડક પગલા લેવા સુચન કર્યા બાદ જીલ્લા પોલીસ તંત્રએ વિદેશી દારૂની રેલમછેલ રોકવા કમર કસી છે.પરંતુ આજે પણ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ જેમનું તેમ જ છે. રોજે રોજ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી પકડાઈ રહી છે. ધનસુરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર પી.ડી.રાઠોડ અને તેમના સ્ટાફના માણસો નાનજીભાઈ, રાકેશસિહ, કરણસિંહ, રણજીતસિંહ ધનસુરા પોલીસ મથક વિસ્તારમાં પ્રોહી. પેટ્રોલીંગમાં હતા.બાતમીના આધારે લાલપુર જવાના માર્ગ પર એક ડસ્ટર કાર લાલપુર બસ સ્ટેન્ડ પાસે આવી પહોંચતાં ડસ્ટર કાર નંબર. જી જે. ૦૧. આર બી. ૯૮૮૦. તેને રોકી ચેક કરતાં વિદેશી દારૂની પ્રઓફિસર ચોઈસપ્ર ની માર્કાવાળી કાચની બોટલો નંગ. ૯૩૧. તથા ક્વાર્ટરીયા નંગ. ૨૪.મળી કુલ બોટલ નંગ. ૯૫૫.જેની કિંમત રૂપિયા ૧,૪૬,૮૫૦ તથા ડસ્ટર કાર, મોબાઈલ મળી કુલ રૂપિયા ૬,૪૭,૮૫૦ના મુદ્દામાલ સાથે દારૂની હેરાફેરી કરતાં આરોપી શૈલેષજી દરંગા રહે. ગત્રાલી તા. ખેરવાડા જી. ઉદેપુર પકડાઈ ગયો હતો. જ્યારે અન્ય અન્ય એક સોમેશ્વરભાઈ નામનો આરોપી નાસી ગયા છે. પોલીસે મુદ્દામાલ સહિત આરોપીઓ સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution