ન્યૂ દિલ્હી
ઇરાકના બગદાદના વ્યસ્ત બજારમાં સોમવારે બોમ્બ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા. નિયમ મુજબ નામ જાહેર ન કરવા માંગતા અધિકારીએ જણાવ્યું હતું કે હુમલાખોરોએ સદર સિટીને નિશાન બનાવ્યું હતું. આ હુમલો બકરી ઈદના એક દિવસ પહેલા કરવામાં આવ્યો હતો. લોકો ખરીદીમાં વ્યસ્ત હતા.
દુકાનદારોએ સિક્યુરિટી ગાર્ડને કહ્યું કે તેઓ વિસ્ફોટ બાદ જે બાકી છે તે બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. હજુ સુધી કોઈએ પણ આ વિસ્ફોટ માટે જવાબદારી લીધી નથી પરંતુ અગાઉ પણ આ વિસ્તારમાં ઇસ્લામિક સ્ટેટ જૂથ દ્વારા સમાન હુમલા કરવામાં આવ્યા છે.વડા પ્રધાન મુસ્તફા અલ-કાધીમીએ ફેડરલ પોલીસ કમાન્ડરને હટાવ્યા છે. ઇરાકી સૈન્યએ કહ્યું છે કે વિસ્ફોટની તપાસ શરૂ કરવામાં આવી છે.