કાબુલ-
અફઘાનિસ્તાનના બામિયાન પ્રાંતમાં બૉમ્બ ધમાકો થયો છે. રસ્તા પાસે પ્લાન્ટ કરીને રાખેલા બૉમ્બ વિસ્ફોટ થવાથી ટ્રાફિક પોલિસકર્મી સહિત 17 લોકોના મોત થયા છે. 50થી વધુ લોકોના ઘાયલ થવાના સમાચાર છે. તમને જણાવી દઈએ કે આ ઘટના એવા સમયે બની જ્યારે સરકારી વાર્તાકાર તાલિબાનના પ્રતિનિધિ દશકોથી ચાલી રહેલ જંગને ખતમ કરવા માટે વાતચીત કરી રહ્યા છે.
બામિયાન પ્રાંતના બામિયાન શહેરમાં બપોરે થયેલા વિસ્ફોટમાં 50 લોકો ઘાયલ થઈ ગયા. 17 લોકોના મોત થયા છે. ધમાકામાં ઘણી દુકાનો અને ગાડીઓ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. બામિયાન પ્રાંતના પોલિસ પ્રમુખના પ્રવકતા મોહમ્મદ રઝા યુસૂફીએ જણાવ્યુ કે સતત બે ધમાકા થયા. કોઈ પણ આતંકી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.. ઉલ્લેખનીય છે કે આ પહેલી વાર છે જ્યારે પ્રાંતમાં આ રીતનો વિસ્ફોટ થયો છે. દર વર્ષે બામિયાનમાં હજારો પર્યટક આવે છે અને આ અત્યંત સુરક્ષિત માનવામાં આવે છે.
આ બૉમ્બ ધમાકા વિશે તાલિબાને હાથ હોવાનો ઈનકાર કર્યો છે. તાલિબાનના પ્રવકતા જબીઉલ્લા મુઝાહિદે જણાવ્યુ કે તેમનુ સમૂહ આ ઘટનામાં લિપ્ત નથી. આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ સાથે સંબંદ્ધ સંગઠને દેશમાં લઘુમતી શિયા મુસલમાનો સામે જંગની ઘોષણા કરી છે અને બામિયાનમાં મોટાભાગે શિયા વસ્તી રહે છે.