નવસારી-
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. વહેલી સવારથી મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે નવસારીમાં એક બોગસ મતદાર પકડાયો છે.આ મતદારની વિગત અને વર્તણૂંકમાં શંકા જતાં કોંગ્રેસના કાર્યકરોએ તેની પૂછપરછ કરી હતી જેને પગલે નવસારીના વોર્ડ નંબર 8માં બોગસ મતદાર પકડાયો હતો. બોગસ મતદાન કરવા આવેલો યુવાન ગુજરાતી ન હોઈ બહારના કોઈ રાજ્યનો હોવાનું અનુમાન લગાવાય છે.
આ મતદાર બોગસ હોવાનું જણાતાં આખરે બૂથ પરના અધિકારીઓને સોંપી દેવાયો હતો જેમણે તેની વિગતો મેળવીને વધારે તપાસ હાથ ધરી છે.