નવી દિલ્હી: સંસદમાં સરકાર તરફથી આજે વક્ફ બોર્ડમાં સુધારાની માગ કરતું બિલ રજૂ કરવામાં આવ્યું છે. સંસદીય કાર્ય અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્વારા વક્ફ એક્ટ ૧૯૯૫માં સુધારા માટે વક્ફ(સુધારા) બિલ ૨૦૨૪ અને મુસ્લિમ વક્ફ એક્ટ ૧૯૨૩ને સમાપ્ત કરવા માટે મુસ્લિમ વક્ફ (રિપીલ) બિલ ૨૦૨૪ લોકસભામાં રજૂ કરાયું. તેના પર સંસદમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચા કરવામાં આવી હતી.
કિરેન રિજિજુએ કહ્યું કે અમે પ્રસ્તાવ મૂકીએ છીએ કે વક્ફમાં સુધારા અંગેનું બિલ જાેઈન્ટ પાર્લામેન્ટ કમિટીને મોકલી દેવામાં આવે. તેના પર સ્પીકરે કહ્યું કે હાં અમે જલદી જ સમિતિ બનાવીશું. અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે ડિવિઝનની માગ કરી હતી. જેની સામે સ્પીકરે કહ્યું કે તેના પર ડિવિઝન કેમ માગો છો? ત્યારબાદ ઓવૈસીએ કહ્યું કે અમે તો શરૂથી ડિવિઝનની માગ કરી રહ્યા છીએ.
કેન્દ્ર સરકાર વતી કિરેન રિજિજુએ કહ્યું કે અમે ભાગીશું નહીં. આ બિલ અહીં પાસ કરી દો. તેના પછી તેમાં જે પણ સ્ક્રૂટિની કરવી હોય અમે તેના માટે તૈયાર છીએ. આ બિલ તમે સંયુક્ત સંસદીય સમિતિને મોકલી દો. દરેક પક્ષના સભ્યોને એ કમિટીમાં સામેલ કરો, જે પણ સ્ક્રૂટિની કરવી હોય તેના માટે અમે તૈયાર છીએ. આ સાથે કિરેન રિજિજુએ મુસ્લિમ વક્ફ રિપીલ બિલ રજૂ કર્યું હતું.
એવું જાણવા મળ્યું છે કે જે હેતુ માટે ૧૯૫૫નો વકફ સુધારો લાવવામાં આવ્યો હતો તે હેતુ પૂરો થઈ રહ્યો નથી. તેમાં ઘણી ખામીઓ જાેવા મળી છે. એ સુધારાથી ઈચ્છા પ્રમાણેના લક્ષ્યો પ્રાપ્ત ન થયા એટલે આજે આ બિલ લાવવામાં આવ્યું છે. આપણે બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છીએ. આ બિલનું સમર્થન કરો, તમને કરોડો લોકોના આશીર્વાદ મળશે. કેટલાક લોકોએ વક્ફ બોર્ડ પર કબજાે કરી લીધો છે. ગરીબોને ન્યાય મળ્યો નથી. ઇતિહાસમાં આ વાત નોંધાશે કે કોણે આનો વિરોધ કર્યો.કિરેન રિજિજુએ કહ્યું કે આ બિલનો વિરોધ કરતી વખતે વિપક્ષ દ્વારા આપવામાં આવેલી દલીલો ક્યાંય ટકતી નથી. આ બિલમાં બંધારણની કોઈ જાેગવાઈનો ભંગ કરવામાં આવ્યો નથી. આ બિલ કોઈના અધિકારો છીનવી લેવા માટે લાવવામાં આવ્યું નથી, પરંતુ જે લોકો વંચિતોને ન્યાય આપવા માટે લાવવામાં આવ્યું છે. તેમણે સુપ્રીમ કોર્ટના ર્નિણયનો પણ ઉલ્લેખ કર્યો. ભારત સરકારને બિલ લાવવાનો અધિકાર છે. વકફમાં સુધારા અંગેના બિલ બ્રિટિશ યુગથી આઝાદી પછી ઘણી વખત રજૂ કરાયા. આ કાયદો સૌપ્રથમ ૧૯૫૪માં લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમાં ઘણા સુધારા કરવામાં આવ્યા છે. આજે અમે જે સુધારો લાવવા જઈ રહ્યા છીએ તે વકફ એક્ટ ૧૯૫૫ છે જેમાં ૨૦૧૩માં સુધારો કરવામાં આવ્યો હતો અને તેમાં એવી જાેગવાઈ દાખલ કરવામાં આવી હતી જેના કારણે અમારે આ સુધારો લાવવો પડ્યો છે. ૧૯૫૫ના વકફ સુધારામાં જે પણ જાેગવાઈઓ લાવવામાં આવી હતી, લોકોએ તેને જુદી જુદી રીતે જાેઈ. ત્નડ્ઢેં બાદ શિવસેના (શિંદે)એ પણ બિલને સમર્થન આપ્યું છે. શ્રીકાંત શિંદેએ બિલને સમર્થન કરતા કહ્યું કે ‘આ બિલનો વિરોધ કેટલાક લોકો જાતિ, ધર્મના નામ પર કરી રહ્યા છે. આ બિલનો હેતુ પારદર્શિતા અને જવાબદારી છે. વિરોધ પક્ષ બિલને લઈને ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કરી રહી છે.