શહેરાના જૂની સુરેલી ગામ પાસે અજાણ્યા વાહને બાઇકને અડફેટમાં લેતા બાઈક ચાલકનું મોત....




શહેરા તાલુકાના જુની સુરેલી ગામે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો,જેમાં બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું,જ્યારે ૭ વર્ષના બાળકને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૦૮ ઓગષ્ટની રાત્રિના આશરે આઠેક વાગ્યાના સુમારે શહેરા તાલુકાના સુરેલી ગામના પગી ફળિયામાં રહેતા વિક્રમ મોતીસિંહ પગી ઉ.વ.૩૭ અને તેનો પુત્ર પ્રિતેશ ઉ.વ.૭ આ બંને પિતા-પુત્ર બાઈક ઉપર સવાર થઈ શહેરા ખાતે કામઅર્થે જવા માટે નિકળ્યો હતો,ત્યારે જુની સુરેલી થી શહેરા તરફ જતાં રોડ ઉપર એક અજાણ્યા ટ્રકના ચાલકે વિક્રમની બાઈક અડફેટે લઈ વિક્રમ ઉપર ટાયર ચડાવી દેતા અકસ્માત સર્જાયો હતો,જેમાં વિક્રમ પગીને ગંભીર ઈજાઓ થતાં તે બેભાન થઈ ગયો હતો જ્યારે ૭ વર્ષીય પ્રિતેશને જમણા પગે ઈજા થઈ હતી,જેને લઈને બંને ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે શહેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા,જ્યાં હાજર તબીબે બાઈક ચાલક વિક્રમને મૃત જાહેર કર્યો હતો,જ્યારે ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.બનાવની જાણ પરિવારજનોને થતાં બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાં વિક્રમ મૃત હાલતમાં જાેઈ પરિવારજનો માં શોક છવાયો હતો. જ્યારે પોલીસે આ સમગ્ર બનાવને લઈને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution