આધાર અને પાન કાર્ડ ધારકોના હિતમાં સરકારનો મોટો ર્નિણય, આ વેબસાઈટ્‌સને કરી બ્લોક


કેન્દ્ર સરકારે એક મોટો ર્નિણય લીધો છે. જેમાં ભારતીય નાગરિકોના આધાર અને પાન કાર્ડની વિગતો સહિતની સંવેદનશીલ વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતીને ઉજાગર કરતી કેટલીક વેબસાઇટ્‌સને બ્લોક કરી દીધી છે. સરકાર દ્વારા એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (ૈં્‌ સ્ૈહૈજંિઅ) હેઠળ સંચાલિત ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (ઝ્રઈઇ્‌-ૈંહ)ને આ વેબસાઈટ્‌સમાં સુરક્ષા ખામીઓ દેખાયા બાદ સરકારે આ વેબસાઈટ્‌સને બ્લોક કરવાનો ર્નિણય લીધો છે.

સરકારના સત્તાવાર નિવેદન મુજબ 'મંત્રાલયના ધ્યાન પર આવ્યું છે કે કેટલીક વેબસાઇટ્‌સ આધાર અને પાન કાર્ડની વિગતો સહિત ભારતીય નાગરિકોની સંવેદનશીલ વ્યક્તિગત માહિતીનો પર્દાફાશ કરી રહી છે. આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે છે કારણ કે સરકાર સુરક્ષિત સાયબર સુરક્ષા વ્યવહાર અને વ્યક્તિગત ડેટાના સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. તેથી આને અનુરુપ, આ વેબસાઇટ્‌સને બ્લોક કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે.'

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ેંૈંડ્ઢછૈં)એ આધાર અધિનિયમ, ૨૦૧૬ હેઠળ આધાર સંબંધિત વિગતો જાહેરમાં પ્રદર્શિત કરવા પર પ્રતિબંધની જાેગવાઈના ઉલ્લંઘન પર સંબંધિત પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'આ વેબસાઇટ્‌સના ઝ્રઈઇ્‌-ૈંહના એનાલિસિસમાં કેટલીક સુરક્ષા ખામીઓ જાેવા મળી છે. સંબંધિત વેબસાઈટ માલિકોને તેમના સ્તરે આઈસીટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા અને ખામીઓને દૂર કરવા માટે લેવામાં આવતી કાર્યવાહી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.'

ૈં્‌ એક્ટ હેઠળ, કોઈપણ પક્ષ ફરિયાદ દાખલ કરવા અને વળતરની માગણી કરવા માટે નિર્ણાયક સત્તાનો સંપર્ક કરી શકે છે. રાજ્યોના ૈં્‌ સચિવોને નિર્ણાયક અધિકારીઓ તરીકે સત્તા આપવામાં આવી છે. ગયા અઠવાડિયે, એક સાયબર સુરક્ષા સંશોધકે દાવો કર્યો હતો કે સ્ટાર હેલ્થ ઈન્સ્યોરન્સ અધિકારીઓએ ૩.૧ કરોડ ગ્રાહકોનો ડેટા વેચ્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution