ev સેક્ટરને પ્રોત્સાહન આપવા સરકારનો મોટો ર્નિણય



 દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટો ર્નિણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં પીએમ ઈ ડ્રાઈવ (ઁસ્ ઈ-ડ્ઢઇૈંફઈ) યોજનાને મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દેશમાં ઇલેક્ટ્રિક મોબિલીટીને પ્રોત્સાહન આપવા માટે ૧૦,૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ યોજના હેઠળ ઈ ટુવ્હીલર્સ, ઈ થ્રી વ્હીલર્સ, ઈ એમ્બ્યુલન્સ, ઈ ટ્રક અને અન્ય ઉભરતા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા ૩૬૭૯ કરોડની સબસિડી પણ આપવામાં આવશે. આ ઉપરાંત આ યોજના હેઠળ ૨૪.૭૯ લાખ ઈ-ટુવ્હીલર, ૩.૧૬ ઈ થ્રી વ્હીલર્સ અને ૧૪,૦૨૮ ઈ-બસને સપોર્ટ મળશે.

મોદી કેબિનેટે ભારે ઉદ્યોગ મંત્રાલયના પીએમ ઇ-ડ્રાઇવ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને આગામી ૨ વર્ષમાં આ યોજના પાછળ રૂપિયા ૧૦,૯૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. ભારે ઉદ્યોગ મંત્રાલય ઇલેક્ટ્રિક વાહનોના ખરીદદારો માટે ઈ-વાઉચર્સ લઈને આવી રહ્યું છે જેથી તેઓ યોજના હેઠળ આપવામાં આવતા ઈન્સેટિવનો ફાયદો મેળવી શકે. ઇલેક્ટ્રિક વાહન ખરીદતી વખતે આ યોજના સાથે જાેડાયેલ પોર્ટલ ખરીદનાર માટે આધાર પ્રમાણિત ઈ-વાઉચર જનરેટ કરશે. ઈ-વાઉચર ડાઉનલોડ કરવા માટેની લિંક ઈવી ખરીદનાર ખરીદનારના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે. ઈ-વાઉચર પર વાહન ખરીદનાર સહી કરે તે પછી, યોજના હેઠળના ઈન્સેટિંવનો લાભ લેવા માટે તેને ડીલરો પાસે જમા કરાવવાનું રહેશે. ત્યાર બાદ ડીલરોના હસ્તાક્ષર બાદ તેને પીએમ ઈ-ડ્રાઈવ પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે. હસ્તાક્ષર કરવામાં આવેલ વાઉચર ખરીદનાર અને ડીલરને જીસ્જી દ્વારા મોકલવામાં આવશે. આ યોજના હેઠળ વળતરનો દાવો(ઇીૈદ્બહ્વેજિીદ્બીહં ઝ્રઙ્મટ્ઠૈદ્બ) કરવા માટે ર્ંઈસ્ માટે સહી કરેલ ઇ-વાઉચર આવશ્યક છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution