વડોદરા,તા.૨૨
વડોદરા શહેર સયાજી હોસ્પિટલ તથા એક ખાનગી હોસ્પિટલમાં પોઝિટિવ બે દર્દીઓ દાખલ સાથે સારવાર લઈ રહ્યાં હતા, જેમાં માંજલપુર ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૭૫ વર્ષીય વૃદ્ધ મહિલા દર્દીનું મોત નિપજ્યું છે.
શહેરની સયાજી હોસ્પિટલમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ૬૫ વર્ષીય મહિલા દર્દી એચ વન એન વન પોઝિટિવ રિપોર્ટ સાથે સારવાર લઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ વડોદરા શહેર માજલપુર વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં પણ એચ વન એન વન ના પોઝિટિવ રિપોર્ટ સાથે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારજનો દ્વારા મૃતક વૃધ્ધાનો અંતિમ સંસ્કાર કરવા માટે મૃતદેહને ખાનગી હોસ્પિટલની કારેલીબાગ ખાતે આવેલ ખાસવાડી સ્મશાનમાં લાવવામાં આવ્યો હતો જ્યાં આ મૃતદેહનો અંતિમ સંસ્કાર ગેસ ચિતામાં કરવાનો હોવાનું જણાવતા પરિવારજનોએ ગેસ ચિતામાં અંતિમ સંસ્કાર કરવાનો આગ્રહ રાખ્યો હતો. જાેકે ખાસવાડી સ્મશાનમાં હાલ રિનોવેશન ચાલતું હોવાથી ગેસ ચિતા બંધ હોવાથી આવનાર મૃતદેહોના અંતિમ સંસ્કાર નવી બનાવવામાં આવેલી ચિતા ઓ ઉપર કરવામાં આવી રહ્યા છે. ત્યારે મૃતકના પરિવારજનો ખાસવાડી સ્મશાનમાં ગેસ ચિતા બંધ હોવાને કારણે પરિવારજનો અંતિમ સંસ્કાર કરવા માટે અવઢળમાં મુકાઈ ગયા હતા. જાેકે વિવાદના અંતે ગાઇડ લાઇન પ્રમાણે મૃતક વૃદ્ધા નો અંતિમ સંસ્કાર લાકડાની ચિતા ઉપર કરવામાં આવ્યા હતા.