૫ વર્ષમાં ભારતમાં ૧૦ કરોડથી વધુની કમાણી કરનારા લોકોની સંખ્યામાં ૬૩ ટકાનો જાેરદાર વધારો


ભારતમાં અમીર ભારતીયોની સંખ્યા અને આવક બંને ઝડપથી વધી રહ્યા છે. એક રિપોર્ટમાં જાહેર કરવામાં આવેલા ડેટાને જાેઈને આનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે. સેન્ટ્રમ ઇન્સ્ટિટ્યૂશનલ રિસર્ચના એક નવા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, દેશમાં ૩૧,૦૦૦થી વધુ લોકો દર વર્ષે ૧૦ કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે, જ્યારે વાર્ષિક ૫ કરોડ રૂપિયા કમાતા લોકોની સંખ્યા ૫૮,૦૦૦ને પાર થઈ ગઈ છે.

સેન્ટ્રમ ઇન્સ્ટિટ્યૂશનલ રિસર્ચ રિપોર્ટમાં છેલ્લા પાંચ વર્ષ એટલે કે ૨૦૧૯ થી ૨૦૨૪ સુધીનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ભારતમાં કરોડપતિની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ ૫ વર્ષમાં ભારતમાં ૧૦ કરોડથી વધુની કમાણી કરનારા લોકોની સંખ્યામાં ૬૩ ટકાનો જાેરદાર વધારો થયો છે અને હાલમાં ૩૧,૮૦૦ કરોડપતિ વાર્ષિક આટલી કમાણી કરી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ૧૦ કરોડથી વધુની કમાણી કરનારાઓની કુલ નેટવર્થ ૧૨૧ ટકા વધીને ૩૮ લાખ કરોડ રૂપિયા થઈ છે, જે ૧૨૧ ટકાનો ઉછાળો દર્શાવે છે. જે ભારતીયોની વાર્ષિક આવક ૫ કરોડ રૂપિયાથી વધુ છે તેમની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં ૪૯ ટકાનો જાેરદાર વધારો જાેવા મળ્યો છે અને તેમનો આંકડો ૫૮,૨૦૦ પર પહોંચી ગયો છે. વર્ષ ૨૦૧૯-૨૪ ની વચ્ચે તેમની સંયુક્ત નેટવર્થમાં ૧૦૬ ટકાનો મોટો ઉછાળો આવ્યો છે અને તે ૪૦ લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. આ કમાણીના આંકડા દર્શાવે છે કે છેલ્લા પાંચ વર્ષમાં ભારતીયોની કમાણીમાં જાેરદાર વધારો થયો છે. ખાસ વાત એ છે કે એવા સમયે પણ કમાણી ઝડપથી વધી છે જ્યારે દેશ પણ કોરોના મહામારીના પ્રકોપનો સામનો કરી રહ્યો હચોય રિપોર્ટમાં અંદાજ છે કે ભારતમાં હાઈ નેટવર્થ લોકોની આવક (ૐદ્ગૈં) ૨૦૨૮ સુધીમાં વાર્ષિક આશરે ૧૪ ટકાના દરે વધી શકે છે અને તે ૨.૨ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે. દેશમાં માત્ર ૧૫ ટકા લોકો એવા છે જેઓ પોતાની ફાઇનાન્સિયલ વેલ્થને પ્રોફેશનલ રીતે મેનેજ કરે છે. જ્યારે વૈશ્વિક સ્તરે તે ૭૫ ટકા છે. હાઈ નેટવર્થ અને અલ્ટ્રા હાઈ નેટવર્થ લોકોની આવક વધારવામાં સૌથી મહત્વની ભૂમિકા લોકો નોકરીને બદલે વ્યવસાય તરફ આગળ વધી રહ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution