વડોદરા, તા.૨૭
શહેર નજીક આવેલા કેલનપુર ગામના તળાવ માં આવી ગયેલા ત્રણ મહાકાય મગરો પૈકી ૮.૫ ફૂટના એક મગરને રેસ્કયુ કરાયા બાદ આજે વધુ એક ૭.૫ ફૂટનો મગર પાંજરે પુરાતા તેને રેસ્કયુ કરીને વન વિભાગની કચેરીએ લાવવામાં આવ્યો હતો.હજુ તળાવમાં એક મગર હોંઈ વાઈલ્ડ લાઈફ સંસ્થાના કાર્યકોરોએ મગરને પકડવા પાંજરૂ ગોઠવ્યુ છે.ફ વાઇલ્ડ લાઇફ રેસ્કયુ ટ્રસ્ટનાં પ્રેસિડેન્ટ અરવિંદ પવારને કેલનપુર ગામના સરપંચનો ફોન આવ્યો હતો કે તળાવ પાસે ગોઢવેલા પાંજરામાં વધુ એક મોટો મગર પુરાઈ ગયો છે . જેથી સંસ્થાના કાર્યકર યુવરાજ સિંહ રાજપુત અને વનવિભાગના અધિકારી શૈલેષભાઈ રાવલ સાથે ત્યાં પહોંચીને સાડા સાત ફુટ નો મગ પકડીને વડોદરા વનવિભાગ ને સોંપ્યો હતો. જેથી ખેતરમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતા.શુક્રવારે પણ આ જગ્યાએથી એક સાડા આઠ ફુટ નો મગર રેસ્ક્યુ કરી ને વન વિભાગ ને સોંપવામાં આવ્યો હતો. હજુ પણ ત્યાં મગર હોવાથી ત્યાં પીંજરું મુકવામાં આવ્યું છે.