તિરુવંતમપુરમ્-
કેરળની 17 વર્ષીય બળાત્કારની પીડિત મહિલાએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક મહિનામાં 44 લોકો દ્વારા તેની પર જાતીય હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે કિશોરીનો આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે તેની સાથે નિર્ભયા સેન્ટરમાં કાઉન્સલિંગ સત્ર ચાલી રહ્યું હતું.
કેરળના મલપ્પુરમ જિલ્લાના પલ્લકડમાં 17 વર્ષની બાળકી સાથે બળાત્કાર અને છેડતી કરવા માટે 44 પુરુષો વિરુદ્ધ 32 કેસ નોંધાયા છે. આ કેસના સંદર્ભમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં જેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાથી ઘણાની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય ઘણા આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં છે, જેની સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.