કાબુલ-
16 વર્ષની અફઘાન કિશોરીની આતંકીઓ સામેની બહાદુરી દુનિયામાં આજકાલ ચર્ચાનો વિષય બની રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે કમલ ગુલ નામની આ ટીનએજરના પિતા ગામના સરપંચ હોવાની સાથે સાથે સરકારના સમર્થક હોવાથી તાલીબાની આતંકીઓને આંખના કણાની જેમ ખટકતા હતા. 17 જુલાઈએ રાતે એક વાગ્યે આતંકવાદીઓ તેમના ઘરમાં ઘુસી ગયા હતા. કમર ગુલના પિતાને અને માતાને આતંકીઓ ઘરની બહાર ઘસેડીને લઈ ગયા હતા અને તેમની હત્યા કરીનાંખી હતી.
જાેકે આ જાેઈને રોષે ભરાયેલી કમર ગુલ એકે 47સાથે બહાર નીકળી હતી અને આતંકવાદીઓ પર ગોળીઓનો વરસાદ કરી દીધો હતો. એક કલાક સુધી ફાયરિંગ ચાલ્યુ હતુ.તે વખતે કમરની સાથે તેનો ભાઈ પણ તેની સાથે મોજુદ હતો.
એ પછી ગામના લોકોએ પણ કમર ગુલના સમર્થનમાં આતંકવાદીઓ પર હુમલો કરી દીધો હતો.
હાલમાં તો અફઘાન સુરક્ષાદળો કમર અને તેના ભાઈને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા છે. આ ઘટના બાદ કમર બે દિવસ સુધી આઘાતમાં સરી પડી હતી. આ કિશોરીનુ કહેવુ છે કે, હુમલો કરવા મારો અધિકાર હતો. મારે મારા માતા પિતા વગર એમ પણ જીવવાની ઈચ્છા નહોતી.
આ ઘટના બાદ કમર ગુલ સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. તેનો એકે 47 સાથેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે.