આ વર્ષે આઈઆઈટીના ૮ હજાર વિદ્યાર્થીને નોકરી ના મળી કેમ્પસ પ્લેસમેન્ટમાં બેરોજગારીનો દર સૌથી ઊંચો

નવી દિલ્હી: દેશમાં બેરોજગારીનો પ્રશ્ન પ્રતિદિન વિકરાળ બનતો જાય છે. અન્ય કોલેજાે અને યુનિવર્સિટીઓ તો છોડો, ૈંૈં્‌ (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી) જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતકોને પણ નોકરી નથી મળતી. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા પ્લેસમેન્ટ રિપોર્ટના આંકડા ચોંકાવનારા છે. તાજેતરમાં અહેવાલ આવ્યો છે કે દેશની ૨૩ ૈંૈં્‌માં ૨૦૨૪ના શૈક્ષણિક વર્ષમાં પાસ થયેલા કુલ ૨૧,૫૦૦ વિદ્યાર્થીઓએ નોકરી મેળવવા માટે કેમ્પસ પ્લેસમેન્ટમાં નામ નોંધાવ્યું હતું, પણ એમાંથી માત્ર ૧૩,૪૧૦ વિદ્યાર્થીઓ જ નોકરી મેળવી શક્યા છે. ૮,૦૯૦ વિદ્યાર્થીઓ હજુ પણ બેરોજગાર છે. બેરોજગારીની ટકાવારી થઈ ૩૭.૬૩! એક સમય એવો હતો કે ૈંૈં્‌માંથી ભણીને બહાર નીકળેલા વિદ્યાર્થીને ફટ કરતાં તગડા પગારની નોકરી મળી જતી, પણ હવે દૃશ્ય બદલાયું છે. તાજેતરમાં આવેલા આંકડા પરથી સાબિત થાય છે કે અન્ય ક્ષેત્રોની જેમ આ ક્ષેત્રને પણ હવે બેરોજગારીનો લૂણો લાગવા લાગ્યો છે. આ વર્ષના ૈંૈં્‌ સ્નાતકોમાં કેમ્પસ પ્લેસમેન્ટ બાદ બેરોજગારીનો દર અગાઉ ક્યારેય નહોતો એટલો ઊંચો છે. વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૨માં સ્થિતિ ૨૦૨૪ જેટલી ખરાબ નહોતી. ૨૦૨૩ માં ૨૦,૦૦૦ ૈંૈં્‌ સ્નાતકોએ પ્લેસમેન્ટ માટે નોંધણી કરાવી હતી, જેમાંથી ૧૫,૮૩૦ને નોકરી મળી ગઈ હતી. એમને સરેરાશ વાર્ષિક ૧૭.૧ લાખ રૂપિયાનું પેકેજ મળ્યું હતું. ગત વર્ષે ૪,૧૭૦ વિદ્યાર્થીઓ કેમ્પસ ભરતી દ્વારા નોકરી નહોતા મેળવી શક્યા. ૨૦૨૨માં નોકરી માટે રજિસ્ટર્ડ થયેલા ૧૭,૯૦૦ વિદ્યાર્થીઓમાંથી ૩,૦૦૦ કરતાં વધુને નોકરી નહોતી મળી. આ આંકડો આ વર્ષે વધીને ૮,૦૯૦ થઈ ગયો છે. કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા ભરતી કરતી કંપનીઓની સંખ્યામાં પણ આ વર્ષે વધારો થયો છે. ગયા વર્ષે ભાગ લેનાર ૩૨૪ કંપનીઓ સામે આ વર્ષે ૩૬૪ સંસ્થાઓએ ભાગ લીધો હતો, જે ૧૨ ટકાનો વધારો દર્શાવે છે. અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઘણાં સ્નાતકોએ નોકરીના બદલે વૈકલ્પિક તકો સ્વીકારી છે. કેટલાક વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ પર પસંદગી ઉતારી છે, તો કેટલાકે સ્વ-રોજગાર/ધંધાર્થી બનવાનું પસંદ કર્યું છે. મુંબઈ સ્થિત ‘ૈંૈં્‌ બોમ્બે’ની વાત કરીએ તો નોકરી માટે ૨,૪૧૪ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી લગભગ ૭૫ ટકા એટલે કે ૧,૪૭૫ વિદ્યાર્થીઓ નોકરી મેળવવામાં સફળ રહ્યા હતા અને ૯૩૯ બેરોજગાર રહ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution