ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના પગલે NDRFની 8 ટીમ તૈનાત

ગાંધીનગર, તા. ર4

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના પગલે એન.ડી.આર.એફ.ની ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજકોટ, વલસાડ, નવસારી, સુરત, જુનાગઢ, ગિર સોમનાથ અને કચ્છ વિસ્તારમાં એન.ડી.આર.એફ.ની આઠ ટીમ ફાળવવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને એન.ડી.આર.એફ.ની ટિમો ફાળવવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં 8 ટિમો ડિપ્લોઇ કરવામાં આવી છે. રાજકોટ સહિત વલસાડ, નવસારી,સુરત, જૂનાગઢ, ગિર સોમનાથ, મોરબી અને કચ્છમાં એન.ડી.આર.એફ.ની એક એક ટિમો ડિપ્લોઇડ કરવામાં આવી છે.જયારે સાવચેતી ના ભાગ રૂપે એન.ડી.આર.એફ. ની 1 ટિમ ગાંધીનગર અને 2 ટિમ વડોદરા ખાતે સ્ટેન્ડ બાય રાખવામા આવી છે.

તો બીજી તરફ વડોદરા થી હવાઈ માર્ગે એન.ડી.આર.એફ ની ચાર ટીમો મહારાષ્ટ્ર મોકલવામાં આવી છે. જે પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત અભિયાનમાં જોડાશે. નોંધનીય છે કે ગુજરાતના પાડોશી રાજય મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારો વિનાશકારી પૂરમાં સપડાયા છે. તેને અનુલક્ષીને વડોદરા ખાતેની એન.ડી.આર.એફ ની 6 બટાલિયન ની 4 ટીમો તાત્કાલિક હવાઈ માર્ગે કોલ્હાપુર મોકલવામાં આવી છે.જેમાં ભારતીય સેનાના 5 પરિવહન હવાઈ જહાજોની મદદ થી આ ટીમોને બચાવ અને રાહતના જરૂરી અદ્યતન ઉપકરણો અને સાધન સુવિધા સાથે પૂરપીડીત ક્ષેત્રમાં પહોંચાડવામાં આવી છે. જ્યાં આ ટીમોના તાલીમબદ્ધ અને કુશળ જવાનો સ્થાનિક પ્રશાસન,પોલીસ અને બચાવ રાહત દળો સાથે કામગીરીમાં જોડાશે.કોલ્હાપુર થી આ લોકોને પુણે, સાંગલી અને સતારા જેવા વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી સોંપવામાં આવે એવી શક્યતા છે તેમ બટાલિયન 6 ના નાયબ સેનાપતિ અનુપમ દ્વારા જણાવવામાં આવ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution