દેશની બેંકોમાં ૭૮,૨૧૩ કરોડ રૂપિયા છે અને આ પૈસાનો દાવો કરનાર કોઈ નથી


મુંબઈ,તા.૪

તમે બેંકોમાં જમા દરેક પૈસાનો હિસાબ રાખતા હશો પરંતુ શું તમને ખબર છે કે દેશની બેંકોમાં ૭૮,૨૧૩ કરોડ રૂપિયા છે અને આ પૈસાનો દાવો કરનાર કોઈ નથી. હવે આટલી મોટી રકમનું ઇમ્ૈં શું કરશે?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (ઇમ્ૈં) એ ગુરુવારે પોતાનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો અને કહ્યું કે દેશની વિવિધ બેંકોમાં હજારો કરોડ રૂપિયા પડ્યા છે અને આ પૈસાનો દાવો કરનાર કોઈ નથી. આખરે એ કેવી રીતે નક્કી થયું કે આ પૈસાનો કોઈ વારસદાર નથી અને હવે આટલી મોટી રકમનું શું થશે?

તમે બેંકોમાં જમા દરેક પૈસાનો હિસાબ રાખતા હશો, પરંતુ તમને વિશ્વાસ નહીં થાય કે દેશની બેંકોમાં ૭૮,૨૧૩ કરોડ રૂપિયા છે, જેના પર કોઈ દાવો કરવા સક્ષમ નથી. આ પૈસા માટે કોઈ દાવેદાર નથી. આ કરોડો રૂપિયા વર્ષોથી બેંકોમાં પડેલા છે,જેને લેવા કોઈ આવતું નથી.આવી રકમને અનક્લેમ્ડ અમાઉન્ટ કહેવામાં આવે છે.

છેલ્લા નાણાકીય વર્ષમાં ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી બેંકોમાં દાવા વગરની થાપણોની રકમ ૨૬ ટકા વધીને રૂ.૭૮,૨૧૩ કરોડ થઈ છે. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૨માં જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોમાં દાવા વગરની થાપણો ૩૨,૯૩૪ કરોડ રૂપિયા હતી. એ બાદ ૨૦૨૩ના અંત સુધી આ રકમ ૬૨,૨૨૫ કરોડ થઈ ગઈ હતી. જે બાદ સવાલો ઉઠી રહ્યા છે કે ઇમ્ૈં આ પૈસાનું શું કરે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું હતું કે શિક્ષણ અને જાગૃતિ ફંડની રકમ માર્ચ ૨૦૨૩ સુધીમાં વધીને ૬૨,૨૨૫ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. આ ફંડમાં એવી રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે જે ૧૦ વર્ષ કે તેથી વધુ સમયથી બેંકોમાં પડેલી હોય છે. જેના માટે કોઈ દાવો કરતું નથી. આરબીઆઈ આવા ભંડોળ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં જમા કરે છે. જેથી તેનો ઉપયોગ લોકોને જાગૃત કરવા અને તેમને શિક્ષિત કરવા માટે કરી શકાય.

ઇમ્ૈં એ બેંકોમાં પડેલી રકમને ટ્રાન્સફર કરતા પહેલા એક ચેતવણી જારી કરે છે જેનો ફંડનો કોઈ દાવેદાર નથી. થોડા મહિના પહેલા આરબીઆઈએ કહ્યું હતું કે ઉદગમ પોર્ટલ દ્વારા દાવો ન કરાયેલ રકમની માહિતી એકત્રિત કરી શકાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution