પેન્શન મુદ્દે ૭૮ લાખ લોકોને ખુશીના સમાચાર મળશે!


 લાંબા સમયથી લધુત્તમ માસિક પેન્શન વધારવાની માંગ કરી રહેલા લાખો લોકોને મોટી ખુશખબરી મળી શકે છે. હકીકતમાં પેન્શનધારકોના સંગઠન ઈપીએસ-૯૫ રાષ્ટ્રીય આંદોલન સમિતિ (એનએસી) એ શુક્રવારે કહ્યું કે સરકારે લઘુત્તમ પેન્શનની માંગ પર વિચાર કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. આ મામલાને લઈને પીએમ નરેન્દ્ર મોદી પણ ગંભીર છે. પેન્શનર્સના નિગમે એક નિવેદનમાં કહ્યું કે કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ તેમના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન શ્રમ મંત્રીએ વિશ્વાસ અપાવ્યો કે તેમની માંગ પૂરી કરવા માટે જરૂરી પગલા ભરવામાં આવશે. મહત્વનું છે કે ઈપીએસ-૯૫ યોજનાના આશરે ૭૮ લાખ પેન્શનરો લઘુત્તમ માસિક પેન્શનને વધારી ૭૫૦૦ રૂપિયા કરવાની માંગ કરી રહ્યાં છે. મનસુક માંડવિયાની સાથે બેઠક દિલ્હીમાં ઈપીએસ-૯૫ એનએસીના સભ્યો દ્વારા આયોજીત વિરોધ પ્રદર્શન બાદ યોજાઈ છે. મહત્વનું છે કે દેશના વિવિધ સ્થાનોથી આવેલા સભ્યોએ અહીં સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને માત્ર ૧૪૫૦ રૂપિયાન મહિને પેન્શનની જગ્યાએ વધુ પેન્શનની માંગ કરી છે. નિગમે કહ્યું કે લગભગ ૩૬ લાખ પેન્શનધારકોને દર મહિને ૧૦૦૦ રૂપિયાથી પણ ઓછું પેન્શન મળી રહ્યું છે.

સમિતિના અધ્યક્ષ અશોક રાઉતે કહ્યું- શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ અમને વિશ્વાસ અપાવ્યો છે કે સરકાર અમારી સમસ્યાઓનું સમાધાન કરવા માટે ગંભીર છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી પણ અમારી સમસ્યાનો હલ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે નિયમિત પેન્શન કોષમાં લોન્ગ ટર્મ કોન્ટ્રીબ્યુશન આપવા છતાં પેન્શનરોને ખુબ ઓછું પેન્શન મળે છે. વર્તમાન પેન્શન રકમને કારણે વૃદ્ધ દંપત્તિનું જીવન પસાર કરવું મુશ્કેલ થઈ જાય છે.

અશોક રાઉતે કહ્યું કે ઈપીએસ-૯૫ એનએસીએ લઘુત્તમ પેન્શનને વધારી ૭૫૦૦ રૂપિયા પ્રતિ મહિને કરવાની માંગ કરી છે, જેમાં મોંઘવારી ભથ્થું અને પેન્શનભોગીના જીવનસાથી માટે ફ્રી સ્વાસ્થ્ય સુવિધાઓ સામેલ છે. રાઉતે આગળ કહ્યું કે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોના ઘણા સાંસદોએ પણ સંગઠનના સભ્યો સાથે મુલાકાત કરી અને વધુ પેન્શનની માંગ પૂરી કરવામાં સમર્થનનું આશ્વાસન આપ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution