રાજકોટ-
ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં વિવિધ ગામોમાંથી ખેડૂતો જણસીઓ વેચવા આવતા હોય ગતરાત્રીના નંબર પ્લેટ વગરની ઇકો કારમાં ધસી આવેલા બે શખ્સોએ રૂપિયા સવા બે લાખની કિંમતના ૭૪ મણ કાળા તલ ની ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.
મળતી માહિતી મુજબ ગોંડલના ગુંદાળા રોડ ઉપર આવેલ ખોડલ ધામ સોસાયટીમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં કષ્ટભંજન ટ્રેડિંગ નામે દુકાન ધરાવતા નિલેષભાઇ મોહનભાઇ મહેતા દ્વારા ખરીદી કરાયેલા ક્યાં ૧૨૬૦૦૦ ની કિંમતના ૪૨ માં કાળા તલ તેમજ માર્કેટિંગ યાર્ડમાં રૂદ્ર એન્ટરપ્રાઈઝ નામની દુકાન ધરાવતા સાગરભાઇ ભીમજીભાઇ વૈષ્ણવ દ્વારા ખરીદ કરાયેલા ૯૬૦૦૦ ની કિંમતના બત્રીસ મણ કાળા તલ કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાવતા સીટી પી.એસ.આઇ બીએલ ઝાલા દ્વારા આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ ૩૮૦, ૧૧૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. CCTVમાં દેખાતા ફૂટેજ મુજબ આરોપીઓ નંબર પ્લેટ વિનાની ઇકો કારમાં આવ્યા હતા અને મોટા વાહનોની આડસમાં માર્કેટિંગ યાર્ડના દરવાજામાંથી બહાર નીકળી ગયા હતા. જેથી પોલીસે આ ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.