અમેરિકા-
સમગ્ર વિશ્વમાં કોરોના બાદ જો કોઇ મોટી મુસિબત બની રહ્યો છે તો તે ધરતીકંપ છે. જી હા, આજે કોરોના બાદ ધરતીકંપ દુનિયાની મોટી સમસ્યા બની ગઇ છે. કહેવાય છે કે છેલ્લા ઘણા સમયથી દર અઢવાડિયે ધરતીકંપ આવી રહ્યો છે. તાજેતરમાં પણ ધરતીકંપની જાણકારી સામે આવી છે. આ અમેરિકાનાં અલાસ્કામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ અમેરિકાનાં અલાસ્કામાં ધરતીકંપનાં તીવ્ર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી છે. ધરતીકંપને ધ્યાનમાં રાખીને યુનાઇટેડ સ્ટેટ્સનાં ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (USGS) વિભાગે દક્ષિણ અલાસ્કા અને અલાસ્કા દ્વીપકલ્પ માટે સુનામીની ચેતવણી જારી કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સનાં ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (USGS) વિભાગે જણાવ્યું હતું કે, અલાસ્કા દ્વીપકલ્પમાં 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેનાથી ભૂકંપનાં કેન્દ્રથી 200 માઇલ, એટલે કે 300 કિલોમીટરનાં ક્ષેત્રમાં સુનામીની ચેતવણી આપી દીધી છે. જીએમટી અનુસાર, ભૂકંપ બુધવારે 6.12 વાગ્યે એન્કોરેજથી લગભગ 500 માઇલ દક્ષિણ પશ્ચિમમાં આવ્યો હતો.