કર્ણાટકના બેંગલુરૂમાં ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત, ઓવરસ્પીડ આવતી કાર ઝાડ સાથે ટકરાતા બની દૂર્ઘટના

બેગલુરૂ-

કર્ણાટકના બેંગ્લોરમાં મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. મેગા સિટીઝમાં ઓવરસ્પીડ કારની સમસ્યા સડકો પર વધતી જાય છે. કડક નિયમો હોવા છતાં મોંઘીદાટ કાર લઈને ફરતા નબીરાઓ કોઈને ગાંઠતા નથી. તમામ નિયમો નેવે મૂકીને ગાડી ચલાવતા આ શોખીનોના કારણે બીજા સામાન્ય માણસોએ જીવ ગુમાવવા પડે છે. કર્ણાટકના બેંગલુરૂમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઓડી કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથળાઇ હતી. આ દૂર્ઘટનામાં સાત લોકોનાં મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ ઘટના મોડી રાત્રે 1 વાગ્યાની આસપા બેગલુરૂ સિટીના કોરામંગલામાં બની હતી. અકસમાતમાં ઓડી જેવી મોંઘી કાર હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું અને સાથે તેની ઝડપ પણ સામાન્ય શહેરી સ્પીડ કરતાં ખૂબ વધારે હોવાના કારણે અકસમાતની દૂર્ઘટના બની હતી પરંતુ ઝડપની આ મજા બીજા સાત લોકો માટે સજા બની હતી અને સમગ્ર ઘટનામાં 7 લોકોનો ભોગ લેવાયો હતો. આ દર્દનાક અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. જેમાંથી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલ જતા રસ્તામાં મોત થયું હતું. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં 3 મહિલાઓ અને 4 પુરુષો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution